ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૭ જૂન ૨૦૨૧
ગુરુવાર
કોરોનાકાળમાં કચરો ઓછો થયો હોવા છતાં કચરાનું વ્યવસ્થાપન કરવું હંમેશાં મહાનગરપાલિકા માટે પડકારરૂપ રહ્યું છે. શહેરમાં દરરોજ આશરે 6,500 મૅટ્રિક ટન કચરો એકત્રિત કરવામાં આવે છે. કાર્બનિક કચરા સિવાય અન્ય પ્રકારનો કચરો ડમ્પિંગ ગ્રાઉન્ડમાં લઈ જવામાં આવે છે. મહાલક્ષ્મી ખાતે કચરાના સેન્ટરમાંથી ગાડીમાં કચરો ડમ્પિંગ ગ્રાઉન્ડ સુધી લઈ જવા માટે બે વર્ષના કૉન્ટ્રૅક્ટરને 10 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.
ભારતીય મૂળના સત્ય નડેલાને માઈક્રોસોફ્ટે આપ્યું પ્રમોશન, આ પદ પર કરાયા નિયુક્ત ; જાણો વિગતે
મુંબઈમાં એકત્રિત થયેલી6,500 મૅટ્રિક ટનમાં વિવિધ વસ્તુઓ જેવી કે સૂકી, ભીની, સ્ક્રેપ, ઈ-વેસ્ટ, બાંધકામ સામગ્રી વગેરેનો સમાવેશ થાય છે. એમાંથી, કાર્બનિક કચરાનો નિકાલ ચોક્કસ ભઠ્ઠીઓમાં થાય છે. બાકીનો તમામ કચરો સંયુક્ત સ્વરૂપમાં ડમ્પિંગ ગ્રાઉન્ડ પર ફેંકી દેવામાં આવે છે. હાલમાં, દિયોનાર અને કાંજુર ડમ્પિંગ મેદાન ખાલી થઈ ગયું છે અને બંધ રહેશે. એથી શહેરનો તમામ કચરો મુંબઈની બહારના ડમ્પિંગ ગ્રાઉન્ડ પર નાખવામાં આવશે.
પાલિકાએ હવે એ કામ માટે બે વર્ષના 10 કરોડ રૂપિયા ફાળવ્યા છે. અગાઉ પાલિકા દ્વારા નિયુક્ત કરાર કરનારને મૅટ્રિક ટન દીઠ રૂ. 259 આપવામાં આવે છે એ મુજબ 2,37,250 મૅટ્રિક ટન કચરાના પરિવહન માટે 6 કરોડની રકમ ફાળવવામાં આવી હતી. હવે બે વર્ષ માટે મૅટ્રિક ટનદીઠ રૂ. 223.47ના દરે 4 લાખ 38 હજાર મૅટ્રિક ટન કચરાના પરિવહન માટે 10 કરોડ રૂપિયાથી વધુની જોગવાઈ કરવામાં આવશે.
