Site icon News Continuous Bureau | Mumbai

કોના બાપની દિવાળી? પુલોના સમારકામનો ખર્ચ આટલા કરોડથી વધી ગયો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,20 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

ગુરુવાર.

મુંબઈના ફલાયઓવર અને ફૂટઓવરના બ્રિજના સમારકામ પાછળ મુંબઈ મહાનગરપાલિકા કોન્ટ્રેક્ટરોને વધુ છ કરોડ રૂપિયા ચૂકવવાની છે. 
દક્ષિણ મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પાસે આવેલો હિમાલય ફૂટઓવર બ્રિજ તૂટી પડયો હતો. આ દુર્ઘટના બાદ પાલિકાએ તાત્કાલિક ધોરણે મુંબઈના તમામ પુલોના ઑડિટ કર્યા હતા, જેમાં અમુક પુલના સમારકામના કામમાં ફેરફાર કરવાની સલાહ સ્ટ્રક્ચરલ ઓડિટરે આપી હતી. તેથી મુંબઈના જે પુલના સમારકામ માટે ૨૩ કરોડ રૂપિયાનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો, તે હવે વધીને ૩૪ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે.
અહીં ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના મહાડમાં આવેલો સાવિત્રી પુલ તૂટી પડયા બાદ પાલિકાએ તાત્કાલિક ધોરણે તમામ પુલના સ્ટ્રક્ચરલ ઓડિટ  કર્યા હતા. જેમાં મહાલક્ષ્મી સ્ટેશન, કરી રોડ સ્ટેશન, સાયન સ્ટેશન, રે રોડ સ્ટેશન, મુંબઈ સેન્ટ્રલ, ગ્રાન્ટ રોડ આ રેલવે સ્ટેશન પરના પુલના સમારકામ કરવાની જરૂરત હોવાનું કહેવામાં આવ્યું હતું. એ સિવાય  સાયન હૉસ્પિટલ પાસેનો પુલ, માહિમ ફાટક અને દાદર-ધારાવી નાળા પરનો ફૂટ ઓવર બ્રિજનું સમારકામ કરવાની સલાહ આપવામાં આવી હતી. તે મુજબ   પાલિકાએ આ તમામ પુલના સમારકામ માટે ૨૦૧૯માં કૉન્ટ્રેક્ટર આપ્યો હતો, જોકે હિમાલય પુલ  તૂટી પડયા બાદ શહેરના તમામ પુલ અને ફૂટઓવર બ્રિજનું ફરી સ્ટ્રક્ચરલ ઑડિટ કરવામાં આવ્યું હતું.

પ્રભાદેવી, વરલી વિસ્તારોમાં આ વર્ષે પણ ચોમાસામાં પાણી ભરાશે? પાલિકાએ ફટકાર્યો કોન્ટ્રેક્ટરને દંડ; જાણો વિગત

અગાઉ રેલવે પાટા ઉપરથી જતા મહાલક્ષ્મી, કરી રોડ, ટિળક પુલ, દાદર ફૂલ બજાર પાસેના પુલનો સમારકામનો ખર્ચ વધી ગયો હતો. તેમાં હવે અન્ય પુલના સમારકામનો ખર્ચ વધી ગયો છે. આ છ પુલના સમારકામના મૂળ કૉંન્ટ્રેક્ટની રકમ ૨૩ કરોડ ૧૭ લાખ રૂપિયા જેટલી હતી. તેમાં પાંચ કરોડ ૭૨ લાખ રૂપિયાથી વધારો થઈને તે હવે ૨૮ કરોડ પર પહોંચી ગયો છે, તેમાં જુદા જુદા કરને જોડીને આ ખર્ચ ૩૪ કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે.

Tiger Shroff Firing Investigation કરનાલથી મુંબઈ સુધીનું હવાલાUPI નેટવર્ક બેનકાબ, બિશ્નોઈ ગેંગે શૂટર્સને ફંડિંગ પૂરું પાડવા રિક્ષાચાલકોના બેંક એકાઉન્ટ્સનો કર્યો ઉપયોગ
Central Railway Platform Ticket Restriction મધ્ય રેલવેનો મોટો નિર્ણય તહેવારોની ભીડ નિયંત્રિત કરવા મુખ્ય સ્ટેશનો પર આ તારીખ સુધી પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર પ્રતિબંધ
Ticket Checker Attacked on Mumbai Local અંધેરી રેલવે સ્ટેશન પર હાઈડ્રામા વિરાર ફાસ્ટ લોકલમાં ટિકિટ વગર ઝડપાયેલી મહિલાએ લેડી TCને લોહીલુહાણ કરી નાખી
Borivali BEST Depot Plot Demolition બોરીવલી પૂર્વમાં BEST બસ ડેપોના અનામત પ્લોટ પર પાલિકાનું બુલડોઝર ફર્યું ૨૭ ગેરકાયદે કોમર્શિયલ બાંધકામો જમીનદોસ્ત
Exit mobile version