Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં વૅક્સિન લેવાથી દૂર ભાગનારાને ઘરે જઈને વૅક્સિન આપવામાં આવશે? મુંબઈ મનપાએ બનાવી આ યોજના. જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 18 નવેમ્બર  2021 
ગુરુવાર.  

મુંબઈમાં 100 ટકા લોકોએ વેક્સિનનો પહેલો ડોઝ લઈ લીધો હોવાનો મુંબઈ મનપાનો દાવો છે. જોકે તેમાં 10 ટકા મુંબઈ બહારના હોવાનું કહેવામાં આવે છે. તેથી હજી સુધી વેક્સિન નહીં લેનારાઓને  શોધીને તેમને વેકિસન આપવા માટે મુંબઈ મનપાએ યોજના બનાવી છે. જે હેઠળ પાલિકાએ આવા લોકોના ઘરે જઈને તેમને વેક્સિન આપવાની છે. પાાલિકાના અધિકારીના કહેવા મુજબ મુખ્યત્વે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં હજુ પણ અનેક લોકોએ વેક્સિન લીધી નથી. તેથી આવા વિસ્તારમાં કેમ્પ રાખીને લોકોને વેક્સિન આપવામાં આવવાની છે. તો આવા લોકોને શોધીને તેમના ઘર સુધી પહોંચીને આવા લોકોને પણ વેક્સિન આપવામાં આવવાની છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગ સાથેની બેઠક બાદ  વેક્સિનેશન ઝડપી થાય તે માટે "હર ઘર દસ્તક" આ ઝુંબેશ ચલાવવામાં આવવાની હોવાનું પાલિકાના આરોગ્ય ખાતાના અધિકારીએ જણાવ્યું હતું. મુંબઈમાં હાલ 461 સેન્ટર પર લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. જેમાં 13 નવેમ્બર સુધી 18 વર્ષથી ઉપર પાત્રતા ધરાવતા 92,36,500 લોકોને વેકિસન આપી દેવામાં આવી છે.

Join Our WhatsApp Channel

આખરે કારશેડનું ગુંચડું ઉકેલાયુઃ એક જ જગ્યાએ બનશે આ બે મેટ્રો રેલવેનું કાર શેડ. જાણો વિગત.

Mumbai Metro Station Bus Fire મુંબઈમાં મેટ્રો સ્ટેશન નીચે બસમાં લાગી ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટાથી મુસાફરોમાં નાસભાગ; ટ્રેન પણ રોકી દેવાઈ
Andheri DN Nagar Housebreaking Theft અંધેરી પૂર્વ અને ડી.એન. નગરમાં ચોરીનો પર્દાફાશ ₹૭.૨૭ લાખના સોનાના દાગીના અને રોકડ સાથે આરોપી ઝડપાયો
MIDC Police MCOCA Action MIDC વિસ્તારમાં ટેરર ફેલાવતી ગેંગનો પર્દાફાશ ‘મોકા’ અંતર્ગત 7 આરોપીઓ ઝડપાયા, ફરાર 4 શખ્સો સામે ગાળિયો કસાયો
Parksite Attempt To Murder Case પાર્કસાઈટ પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપીને ૧૦ વર્ષની સખત કેદ, સત્ર અદાલતે ફટકારી આકરી સજા
Exit mobile version