Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં આરે કૉલોનીના આ રસ્તાની થશે આટલા કરોડ રૂપિયાના ખર્ચે કાયાપલટ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 5 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

ગોરેગામ (પૂર્વ)ની આરે કૉલોનીમાં આવેલા દિનકર દેસાઈ માર્ગને સિમેન્ટ-કોંક્રીટનો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એની પાછળ મુંબઈ મહાનગરપાલિકા 46 કરોડ 75 લાખ રૂપિયાનો ખર્ચ કરવાની છે.

આરે કૉલોનીમાં આવેલા 7.2 કિલોમીટરનો આ માર્ગ હવે પાલિકાના અખત્યાર હેઠળ આવી ગયો છે. અગાઉ આરે પ્રશાસન પાસે આ રસ્તો હતો. રસ્તાની હાલત  રહેતી બહુ જ ખરાબ હતી, છતાં લોકો પાસેથી ટૉલ વસૂલાતો હતો. એથી ટૉલ હટાવવા માટે 2014ની સાલમાં મોટા પાયા પર આંદોલન થયાં હતાં. એથી ટૉલ હટાવી લેવામાં આવ્યો હતો. બાદમાં આ રસ્તો પાલિકાને સોંપવામાં આવ્યો હતો. હવે આ રસ્તાને સિમેન્ટ-કોંક્રીટનો બનાવવામાં આવવાનો છે. એથી આ રસ્તાની હાલત સુધરશે એવું માનવામાં આવે છે.

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં શું જોવા મળશે નવું રાજકીય સમીકરણ? દિલ્હીમાં રાહુલ ગાંધી અને સંજય રાઉતની મુલાકાત પર સૌ કોઈની નજર; જાણો વિગત

પૂર્વ અને પશ્ચિમ ઉપનગરને આરે કૉલોનીનો આ રસ્તો જોડે છે. આ રસ્તાનો મોટા પ્રમાણમાં વાહનચાલકો ઉપયોગ કરે છે. અહીં ભારે ટ્રાફિક પણ રહેતો હોય છે. વરસાદ દરમિયાન જોકે રસ્તા પર પડતા ખાડાને કારણે ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. હવે જોકે સિમેન્ટ-કોંક્રીટકરણના કારણે વાહનચાલકો માટે  પ્રવાસ કરવો સરળ થશે.

Accused Arrested For Cruel Killing Of Cats બિલાડીઓની નિર્દયતાથી હત્યા કરનાર આરોપી પોલીસના સળિયા પાછળ, આરસીએફ પોલીસે કરી ધરપકડ
ANC Seizes MD Drugs In Jogeshwari એન્ટી નાર્કોટિક્સ સેલની મોટી કાર્યવાહી જોગેશ્વરીમાંથી ૧.૨૬ કરોડની કિંમતના એમડી ડ્રગ્સ સાથે એક પેડલર ઝડપાયો
Chembur Police Case Over False Identity And Assault ધર્મ છુપાવીને યુવતી સાથે દુષ્કર્મ આચરનાર અને બ્લેકમેઈલ કરનાર વિરુદ્ધ ચેંબૂર પોલીસમાં ગુનો દાખલ
DRI Seizes Gold Worth Rs 5.47 Crore ડીઆરઆઈની મોટી કાર્યવાહી ૫.૪૭ કરોડનું સોનું જપ્ત, એરલાઈન્સના કર્મચારીઓ સહિત પાંચ ઝડપાયા
Exit mobile version