ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 20 ડિસેમ્બર 2021
સોમવાર.
રસ્તા પર રહેલા ગટર અને સ્યૂએજ લાઈનના ઢાંકણાઓની સતત ચોરીથી મુંબઈ મહાનગરપાલિકા પરેશાન થઈ ગઈ છે. વેસ્ટર્ન સર્બબમાં ખાસ કરીને ગટરના ઢાંકણા ચોરાવાનું પ્રમાણ વધુ છે. ખુલ્લા મૅનહોલ રસ્તે ચાલનારાઓ માટે જીવલેણ બની શકે છે. પાલિકા લગભગ 88 લાખના ખર્ચે ૫૦૦ લોંખડના નવા ઢાંકણા ખરીદવાની છે, જેનો લગતો પ્રસ્તાવ સ્થાયી સમિતિમાં મંજૂરી માટે આવવાનો છે.
સ્યૂએજ લાઈન પર રહેલા ઢાંકણા લોખંડના વજનદાર હોવાથી મોંઘા હોય છે. તેથી તેને ચોરવાનું પ્રમાણ વધારે છે. ખાસ કરીને અંધેરી, વિલેપાર્લે, જોગેશ્વરી માં ઢાંકણા ચોરાવાનું પ્રમાણ વધારે છે. પાલિકાએ ઢાંકણાની ચોરીને લગતી પોલીસમાં અનેક વખત ફરિયાદ પણ કરી છે.
બ્યૂટી ટિપ્સ: 30 વર્ષની ઉંમર પછી આ રીતે રાખો ત્વચાની સંભાળ, જાણો ખાસ ટિપ્સ
હાલ પાલિકા પ્રશાસન ૫૦૦ ઢાંકણા ખરીદવાની છે. દક્ષિણ મુંબઈ માટે ૧૩૫, પશ્ર્ચિમ ઉપનગર માટે ૩૫૬ અને પૂર્વ ઉપનગર માટે ૪૫ ઢાંકણા ખરીદાશે. વાની છે. તે માટે ૮૮ લાખ રૂપિયાનો ખર્ચ કરશે.
રસ્તા પર રહેલી સ્યુએજ લાઈન રસ્તા પર ૧૫થી ૨૫ ફૂટ ઊંડાઈ પર હોય છે. તેથી તે સુરક્ષા હેતુથી મૅનહૉલ પર લોખંડના મજબૂત ઢાંકણા બેસાડવામાં આવે છે. સ્યુએજ લાઈનની નિયમિત સફાઈ કરવા માટે પાઈપલાઈનમાં અમુક અંતરે મૅનહૉલ પર ઢાંકણા બેસાડવામાં આવતા હોય છે. લોખંડના એક ઢાંકણાની કિંમત 12 હજાર રૂપિયા છે.