ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ડિસેમ્બર 2021
મંગળવાર.
મુંબઈગરા કાયમ રસ્તાની ખખડી ગયેલી હાલતની ફરિયાદ કરતા હોય છે. પરંતુ હવે મુંબઈના વાહનચાલકોના નસીબ ખુલી જવાના છે. મુંબઈ મહાનગરપાલિકાએ ગયા અઠવાડિયામાં રસ્તાના ૧,૮૧૫ કરોડ રૂપિયાના પ્રસ્તાવ મંજૂર કર્યા હતા. હવે વધુ ૪૪૩ કરોડ ૧૬ લાખ રૂપિયાના રસ્તાના પ્રસ્તાવ સ્થાયી સમિતિમાં લાવી છે.
મુંબઈના છ મીટર કરતા નાના અને મોટા રસ્તાના સિમેન્ટ-કૉંક્રીટીકરણના બનાવવાના છે. તો અમુક રસ્તા ડામરના બનાવવાના છે. ખાસ કરીને ગોરેગામ (ઈસ્ટ)માં આરે કૉલોનીના રસ્તા સહિત ૧૪૩ નાના-મોટા રસ્તાના સમારકામ તથા કૉંક્રીટાઈઝેશનના કામ છે. એ સિવાય ફૂટપાથના સમારકામ પણ કરવાના છે.
પશ્ર્ચિમ ઉપનગરના રસ્તા સમારકામ માટે ૧૮૦ કરોડ રૂપિયા, દક્ષિણ મધ્ય મુંબઈના રસ્તા સમારકામ પાછળ 95 કરોડ એમ કુલ મળીને પાલિકા ૩૧૩ કરોડ ૮૪ લાખ રૂપિયાના ખર્ચે રસ્તાના કામ થશે, જેમાં મુખ્યત્વે આરે કૉલોનીમાં વેર્સ્ટન એક્સપ્રેસ થી લઈને પવઈના મોરારજી નગર સુધી સિમેન્ટ કૉંક્રીટના રસ્તા પાછળ ૩૮ કરોડનો ખર્ચ થવાનો છે.
શું મુંબઈમાં ત્રીજી લહેરનું આગમન થઈ ગયું છે? તે જાણવા માટે BMC કરશે આ કામ; જાણો વિગત,
દક્ષિણ મુંબઈ કોલાબા, ફોર્ટ, ગ્રાન્ટ રોડ, ભાયખલામાં ૧૯ ફૂટપાથના સમારકામ કરવાની છે. તેની પાછળ ૧૮ કરોડ ૬૭ લાખ રૂપિયાનો ખર્ચવાની છે.
