Site icon

વરલી, પરેલની ફૂટપાથ થશે ચકાચક, BMC ખર્ચશે આટલા કરોડ રૂપિયા; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 20 ડિસેમ્બર 2021    

Join Our WhatsApp Community

સોમવાર.

મુંબઈ મહાનગરપાલિકાની સત્તાધારી પાર્ટી શિવસેના ખાસ કરીને મરાઠી વિસ્તારમાં પોતાની વોટ બેન્ક જાળવી રાખવા ફટાફટ વિકાસના કાર્યોને અલમમાં મૂકી દેવા માગે છે. પાલિકાની ચૂંટણી જાહેર થાય અને આચારસંહિતા લાગુ પડે  તે પહેલા મોટા પાયા પર રસ્તા અને ફૂટપાથના કામના પ્રસ્તાવ મંજૂર કરાવી લેવા માગે છે. જેમાં ખાસ કરીને પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેનો વિસ્તાર રહેલા વરલી સહિત પરેલમાં ફૂટપાથના સમારકામ પાછળ ૨૦ કરોડ ૪૯ લાખ રૂપિયાનો ખર્ચ કરવાની છે. તો કાંદીવલીમાં પણ ફૂટપાથ માટે ૩ કરો૬ ૪૬ લાખ રૂપિયા ખર્ચશે. . 
મુંબઈમાં તબક્કાવાર રસ્તાઓ અને ફૂટપાછના કામ કરવામાં આવવાના છે. તે માટે પાલિકા ૨૨૦૦ કરોડ ખર્ચવાની છે. સોમવારે સ્થાયી સમિતિમાં મંજૂરી માટે તેને લગતા પ્રસ્તાવ મંજૂરી માટે આવવાના છે. શિવસેનાનો ગઢ ગણાતા વિસ્તારોમાં રસ્તા અને ફૂટપાથ બનાવવના અનેક પ્રસ્તાવ આવવાના છે.

વાહ! હવે મોનો રેલ પણ ચમકશે. BMC પીલર પર બેસાડશે LED લાઈટિંગ; જાણો વિગત

ખાસ કરીને વરલી, પરેલ, લાલબાગમાં ફૂટપાથના સમારકામ પાછળ લગભગ ૨૦ કરોડ ૪૯ લાખ રૂપિયાનો ખર્ચ કરવાની છે. આ વિસ્તાર સંપૂર્ણપણે મરાઠીઓનું વર્ચસ્વ ધરાવે છે.  આ એરિયામાં  ૧૪ રસ્તાની ફૂટપાથના સમારકામ કરાશે.  એ સિવાય કાંદિવલીમાં જુદી જુદી ફૂટપાથનું સ્ટેન્સિલ કૉંક્રીટમાં રૂપાંતર કરવામાં આવવાનું છે. તે માટે પાલિકા ૩ કરોડ ૩૪ લાખ રૂપિયાનો ખર્ચ કરવાની છે.

Mira Bhayandar mini cluster: મીરા-ભાઈંદરમાં ઓછામાં ઓછી ૫ ઈમારતોના ગ્રુપને મળશે ‘મિની ક્લસ્ટર’નો લાભ
MNS protest Mumbai: મુંબઈના ગિરગાંવની ગુજરાતી રેસ્ટોરન્ટમાં મરાઠી ભાષા પરથી MNSનો હંગામો; ૧૫ દિવસમાં કાર્યવાહીની માગણી
Devendra Fadnavis: નવા ફોજદારી કાયદાઓના અમલથી પીડિતોને ન્યાયની ગેરંટી મળશે: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ
Mumbai Airport: આ દિવસે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આટલા કલાકો માટે રહેશે બંધ
Exit mobile version