Site icon News Continuous Bureau | Mumbai

હાશ! મુંબઈગરાને મળશે રાહત, રસ્તા પરના ખાડાને લઈને BMCએ કર્યો આ નિર્ણય… જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

BMCએ હવે સિમેન્ટના રસ્તા પર પડેલા ખાડા (potholes)ને પૂરવા માટે "રેપિડ સેટિંગ રિપેર મોરટર"(rapid setting repair mortar) ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. તેનો પહેલો પ્રયોગ ચર્ચગેટ(Churchgate)માં બેરિસ્ટર રજની પટેલ રોડ પર કરવામાં આવ્યો છે. જેમાં સફળતા મળ્યા બાદ હવે સમગ્ર મુંબઈ(Mumbai)મા સિમેન્ટના રસ્તાના ખાડા પૂરવા માટે આ ટેક્નોલોજી વાપરશે.

Join Our WhatsApp Channel

દર વર્ષે ચોમાસા(Monsoon)ના પહેલા વરસાદમાં જ મુંબઈમાં પાણી ભરાઈ(Flood) જતા હોય છે. એ મુજબ મુંબઈના રસ્તા પર પહેલા વરસાદમાં ખાડા (potholes) પડવું સામાન્ય થઈ ગયું છે. ડામરના રસ્તા પર ખાડા પડવાને કારણે BMC મુંબઈના મોટાભાગના રસ્તા સિમેન્ટ(Cement road)ના બનાવી રહી છે. જોકે સિમેન્ટના રસ્તા પર પણ ખાડા પડવું સામાન્ય થઈ ગયું છે. ત્યારે હવે સિમેન્ટના રસ્તા પરના ખાડા  માટે “રેપિડ સેટિંગ રિપેર મોરટર” ટેક્નોલોજીનો ઉપયોગ કરશે. જેમાં ખાડા પૂર્યા બાદ બે કલાકની અંદર જ રસ્તો ટ્રાફિક માટે ખુલ્લો કરી દેવાશે. 

આ સમાચાર પણ વાંચો :  આખરે પોલીસ પ્રશાસન જાગ્યું.. લોન એપ્લિકેશન ને લઈને સાયબર સેલે લીધો આ નિર્ણય… જાણો વિગતે

મુંબઈના 983 કિલોમીટર સિમેન્ટના રસ્તા છે. તેના પર ખાડા પડે તો પૂરવામાં ખાસ્સો સમય લાગી શકે છે અને એટલો સમય ટ્રાફિક(traffic) પણ ખોરવાઈ શકે છે. “રેપિડ સેટિંગ રિપેર મોરટર” ટેકનોલોજી હેઠળ ખાડાને પૂરવા માટે પહેલા તેની આજુબાજુનો ચોરસ વિસ્તાર કટરથી કટ કરવામાં આવશે. તેને ઝાડુથી સાફ કરવામાં આવશે. ત્યાર બાદ તેમાં જીઓ પોલીમર, સિમેન્ટ અને રેતીમાં પાણી નાખીને મશીનની મદદથી મિશ્રણ બનાવીને તેને ખાડામાં નાખવામાં આવશે. બે કલાકની અંદર રસ્તો ફરી ટ્રાફિક માટે ખોલી દેવામાં આવશે.

Bank Fraud in Mumbai લ્યો બોલો, બેંકના જ અધિકારીઓએ મૃત ખાતેદારના એકાઉન્ટમાંથી ₹૨૯.૮૩ લાખ સાફ કર્યા
Gold Scam in Masjid Bunder સોનાના વેપારી સાથે અધધ ₹૪૪ લાખની છેતરપિંડી, ગ્રાહકે અસલી દાગીના સામે ૬ નકલી બિસ્કિટ પધરાવ્યા
Powai Canteen Killing પવઈમાં નજીવી બાબતે ઝઘડો મિત્રએ કાચના ટુકડા પર ધક્કો મારતા રસોઈયાનું મોત
Orange Gate Dumping Civic Halt મુંબઈમાં મેગા પ્રોજેક્ટ અટક્યો, સવાલો વધ્યા! શું ગટરલાઈનમાં કેમિકલ ઠાલવીને પર્યાવરણને જોખમમાં મુકાયું? મનપાએ લીધા કડક પગલાં
Exit mobile version