Site icon News Continuous Bureau | Mumbai

બાપરે! મુંબઈને માથે પાણીકાપનું સંકટ જાણો વધુ વિગત ..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો      

મુંબઈ, ૨૮  જૂન 2021

Join Our WhatsApp Channel

સોમવાર

મુંબઈને માથે આગામી દિવસમાં પાણી કાપનું સંકટ નિર્માણ થયું છે. મુંબઈને પાણી પૂરું પાડનારા સાતેય જળાશયોમાં માત્ર 16 ટકા જ પાણીનો સ્ટોક બાકી રહ્યો છે. તેથી મુંબઈ મહાનગરપાલિકાનું ટેન્શન વધી ગયું છે.
હાલ તમામ જળાશયોમાં 2,41, 094 મિલિયન લિટર (મિ.લી.)જેટલો પાણીનો સ્ટોક છે. જે લગભગ 16 ટકા જેટલો કહેવાય છે. મુંબઈના તમામ જળાશયોની પાણી સમાવાની ક્ષમતા 14,47363 મિલિયન લિટર જેટલી છે. 

મુંબઈ મહાનગરપાલિકા મુંબઈને દરરોજ 3,800 મિલિયન લિટર જેટલો પાણી પુરવઠો કરે છે. આખું વર્ષ પાણી કાપ વગર નાગરિકોને પાણી મળી રહે તે માટે  પહેલી ઓક્ટોબરના જળાશયોમાં 14,47,000 મિ.લી. પાણી હોવું આવશ્યક છે.

ગયા વર્ષે સારો એવો વરસાદ પડયો હતો. તેથી જળાશયોમાં મબલખ પાણી હતું.  આ વર્ષે જૂન મહિનામાં આવેલા વાવાઝોડાને પગલે શરૂઆતમાં સારો એવો વરસાદ પડી ગયો હતો. જોકે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં છેલ્લા થોડા દિવસથી વરસાદે વિરામ લીધો છે. જળાશયોના કેચમેન્ટ એરિયામાં છૂટોછવાયો પડી રહ્યો છે. જોકે તે પણ નોંધનીય ન હોવાનું પાલિકાના પાણી પુરવઠા ખાતાના અધિકારીનું કહેવું છે.

ક્લીન-અપ માર્શલ્સો જ કરી રહ્યા છે બીએમસીના નિયમોનું ઉલ્લંઘન ટાર્ગેટ પૂરો કરવા સિવિલ ડ્રેસમાં ફરે છે જાણો વિગત..

હાલ મોડક સાગરમાં 50,285 મિલિયન લિટર પાણી છે. તેની પાણી સમાવાની કુલ ક્ષમતા 1,28,295 મિ.લી. છે. તાનસામાં હાલ 44,161 મિ.લી. પાણી છે. તેની કુલ ક્ષમતા 1,45,080 મિ.લી. છે. મધ્ય વૈતરણાની પાણી સમાવાની કુલ ક્ષમતા 1,93,530 મિ.લી. સામે હાલ તેમાં 26,870 મિ.લી. પાણી છે. ભાતસાની કુલ ક્ષમતા 7,17,037 મિ.લી. સામે હાલ 96,697 મિ.લી. પાણી ઉપલબ્ધ છે. વિહારમાં હાલ 17,166 મિ.લી. પાણી છે. તેની ક્ષમતા  27,698 મિ.લી. છે. તુલસીની પાણી સમાવાની ક્ષમતા 8,046 સામે હાલ તેમાં માત્ર 5,915 મિ.લી. પાણી છે.

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Mumbai MD Drugs Case ₹૪૩ લાખના એમડી ડ્રગ્સ સાથે પકડાયેલા બે તસ્કરોને ૧૦ વર્ષની સખત કેદ, વિશેષ સેશન્સ કોર્ટે ફટકાર્યો લાખોનો દંડ
Fake MPCB Officer Arrested MPCBના નકલી અધિકારી બની ઉદ્યોગપતિ પાસેથી ખંડણી વસૂલનાર ગઠિયો ઝડપાયો, વનરાઈ પોલીસે છટકું ગોઠવી દબોચ્યો
Bhandup Security Guard Death શું કાવતરું રચીને લિફ્ટ ડક્ટમાં ફેંકી દીધો હતો? ગાર્ડના મોતના મામલે મેનેજર સહિત સાથી ગાર્ડ સકંજામાં
Exit mobile version