Site icon

મુંબઈની સ્કૂલ ખૂલવા બાબતે સસ્પેન્સ કાયમ : વિદ્યાર્થી અને વાલીઓ શાળા ખૂલવાની રાહ જોઈ રહ્યા છે, મુંબઈ મનપા હજી મૂંઝવણમાં; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 29 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

બુધવાર

મુંબઈમાં સ્કૂલો ક્યારે ખોલવી એ બાબતે હજી સુધી મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહલ નિર્ણય લઈ શક્યા નથી. એથી મુંબઈના વિદ્યાર્થીઓ સહિત વાલીઓના જીવ ઉપર-નીચે થઈ ગયા છે, તો શૈક્ષણિક કર્મચારીઓ પણ સ્કૂલ ક્યારે ખૂલે છે એની રાહ જોઈને બેઠા છે.

ગ્રામીણ વિસ્તારમાં 5થી 12 ધોરણ તો શહેરમાં 8થી 12માની સ્કૂલ 4 ઑક્ટોબરથી ચાલુ કરવાની રાજ્યના શિક્ષણ વિભાગે મંજૂરી આપી છે. સ્કૂલ ચાલુ કરવા માટે સ્થાનિક સ્તરે પરિસ્થિતિને અનુરૂપ કમિશનરનો નિર્ણય અંતિમ હશે.

મુંબઈ મહાનગરપાલિકા વિસ્તારની સ્કૂલ ચાલુ કરવા માટે પાલિકાના શિક્ષણ વિભાગે કમિશનરને પ્રસ્તાવ મોકલી દીધો છે. બહુ જલદી એના પર કમિશનર આદેશ બહાર પાડે એવી શક્યતા છે. પાલિકાએ મુંબઈની સ્કૂલ ફરી ચાલુ કરવા બાબતે હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી, પરંતુ વિદ્યાર્થીઓ ફરી સ્કૂલમાં જવા ઉત્સુક છે. કોરોનાનો હાઉ હજી પણ હોવાથી વાલીઓની ચિંતા વધી ગઈ છે.

મુંબઈ મહાનગરપાલિકાની સ્કૂલના લગભગ 73 ટકા શિક્ષકોનું વેક્સિનેશન થઈ ગયું છે. સ્કૂલ ચાલુ કરવાની મંજૂરી મળી તો  8થી 10 ધોરણ એટલે કે માધ્યમિક શાળાના શિક્ષકોનું 100 ટકા વેક્સિનેશન થઈ જશે એવો દાવો પાલિકાના શિક્ષણ અધિકારી રાજુ તડવીએ કર્યો હતો.

મુંબઈવાસીઓને મતદારયાદીમાં નામ નોંધાવવા અને સુધારવાની તક ક્યારે? જાણો વિગત

રાજ્ય સરકારના નિયમ મુજબ એક બેન્ચ પર એક વિદ્યાર્થી, સ્કૂલના એન્ટરન્સ પર સ્ક્રીનિંગ, હાથ ધોવા માટે પાણી જેવા નિયમો સાથે સ્કૂલ ચાલુ કરવામાં આવવાની છે. વિદ્યાર્થીઓ તથા શિક્ષકો માટે માસ્ક પહેરવો તથા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું પણ આવશ્યક રહેશે.

Mahaparinirvan Diwas: મહાપરિનિર્વાણ દિવસે બોરીવલીમાં પૂ. શ્રી બાબાસાહેબ આંબેડકરના અનુયાયીઓની સેવા માટે બોરીવલી બિઝનેસમેન અસોસિએશન આગળ આવી, નેતાઓએ પણ નિભાવ્યો મહત્વનો હિસ્સો
Savarkar Literature Study Circle: વરિષ્ઠ પત્રકાર સ્વપ્નિલ સાવરકરની સાવરકર સાહિત્ય અભ્યાસ મંડળના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક
Mumbai: મુંબઈ માટે ‘હાઈ ટાઈડ’ એલર્ટ! આગામી ૪ દિવસ દરિયાકિનારે જવાનું ટાળો, BMC એ જરૂરી સૂચનાઓ આપી
Dharavi extortion case: ધારાવીમાં BMC અધિકારી બનીને નાના વેપારીઓ પાસેથી ખંડણી વસૂલતી ગેંગ: 1 ઝડપાયો, 3 ફરાર
Exit mobile version