ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,19 જુલાઈ 2021
સોમવાર
મુંબઈ મહાનગરપાલિકાએ ચેતવણી આપી છે. જે મુજબ મુંબઈ શહેરમાં પાણીનો પુરવઠો ગત 24 કલાક બંધ રહ્યો હતો. આ ઉપરાંત પંપીંગ સ્ટેશનની અંદર પાણી ઘૂસી ગયા હતા. આ સંદર્ભે મુંબઈ મહાનગરપાલિકાએ સ્પષ્ટતા કરી છે કે મુંબઈ વાસીઓને જે પાણી મળે તે પાણી ઉકાળીને પીવામાં આવે. જો આવું નહીં કરવામાં આવે તો ચોમાસા દરમિયાન થતા રોગ લાગુ પડી શકે છે.
મુંબઈ મહાનગરપાલિકાએ આ માટે એક જાહેર નોટીસ પાઠવી છે. ઉલ્લેખનીય છે કે ચોવીસ કલાક પછી આજે મુંબઈ શહેરને પાણી મળવાનું છે પરંતુ તે ઓછા દબાણનું હશે.