Site icon News Continuous Bureau | Mumbai

ગજબ કહેવાય ! દેશની અત્યંત શ્રીમંત ગણાતી BMC ખર્ચાને પહોંચી વળવા ફિક્સ ડિપોઝિટ તોડશે. જાણો વિગત ..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ,24  જૂન 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

કોરોના મહામારી પાછળ દર મહિને BMC લગભગ 200 કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહી છે. જોકે તેની સામે તેની આવકને જબરો ફટકો પડયો છે. તેથી હવે BMC  ખર્ચાને પહોંચી વળવા માટે પોતાની ફિક્સ ડિપોઝિટ તોડવાની  છે. એટલે કે  કેપિટિલ એક્સપેન્ડીચરને પહોંચી વળવા માટે પોતાની જ ફિક્સ ડિપોઝિટનો ઉપયોગ કરવાની છે. પાલિકાને જુદા જુદા વિકાસ કામ માટે ચાર હજાર કરોડ રૂપિયાની આવશ્યકતા છે.. જેની  મંજૂરી તેણે સ્થાયી સમિતિ પાસે માગી છે.

કેપિટલ એક્સપેન્ડીચર હેઠળ પુલના, વોટર સીવરેજ લાઈન જેવા પ્રોજેક્ટના કામ કરવામાં આવતા હોય છે. માર્ચ 2020થી કોરોનાને પગલે મુંબઈમાં લોકડાઉન રહ્યું હતું. દોઢ વર્ષમાં મોટા પ્રમાણમાં આર્થિક ફટકો બીએમસીને પડયો છે. પાલિકાનું બજેટ ખોરવાઈ જતા મોટા મોટા પ્રોજેકટના કામ અટવાઈ પડયાં છે. તેથી પહેલી વખત આટલી મોટી રકમની ફિક્સ ડિપોઝિટ પાલિકા તોડવાની છે.

હાશકારો! મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીએ મુંબઈગરાને આ ટેક્સમાંથી બચાવી લીધા; જાણો વિગત

અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈ પાલિકા પાસે હાલ 80 હજાર કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ છે. કોરોનાને પગલે આવકમાં ઘટાડો થયો છે ત્યારે ફિક્સ ડિપોઝિટ પર મળતી વ્યાજની રકમમાંથી ખર્ચો પૂરો કરી રહી છે. અગાઉ પાલિકાએ ફિક્સ ડિપોઝિટને નહીં તોડતા લોન લેવાનો નિર્ણય લીધો હતો. જોકે હવે તેમ કરવાની નથી.

Vile Parle Marble Trader Fraud વિલેપાર્લે પૂર્વમાં માર્બલના વેપારીને ₹20 લાખનો ચૂનો, ક્રેડિટ સોસાયટીના ચેરમેન સામે પોલીસ ફરિયાદ
BMC Demolition Drive બીએમસીની મોટી કાર્યવાહી નાહર નગર રોડ પહોળો કરવા ૧૭ અવરોધરૂપ બાંધકામો પર ફરી વળ્યું બુલડોઝર
Mumbai Wedding Economy Boom 2026 લગ્નસરાની સિઝનમાં મુંબઈનું અર્થતંત્ર વેગ પકડશે 2 લાખ લગ્નોથી ₹1.20 લાખ કરોડના કારોબારનું અનુમાન
TV Actor Cheated ટીવી અભિનેતા આયુષ શાહ સાથે ₹૪.૪૪ કરોડની રોકાણ છેતરપિંડી મુંબઈમાં કોર્ટના આદેશ બાદ ૫ લોકો વિરુદ્ધ ગુનો દાખલ
Exit mobile version