Site icon

કોરોનાની ત્રીજી લહેરની અત્યારથી BMCની તૈયારી ચાલુ; નવા પાંચ જમ્બો સેન્ટર ઊભાં કરશે અને બેડની સંખ્યા વધારશે જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 24 મે 2021

Join Our WhatsApp Community

સોમવાર

કોરોનાની ત્રીજી લહેર વધુ જોખમી હોવાની ચેતવણી નિષ્ણાતોએ આપી છે. એથી BMC કોઈ જોખમ લેવા માગતી નથી. અત્યારથી એણે હૉસ્પિટલમાં બેડની સંખ્યા વધારવાનું ચાલુ કરી દીધું છે તેમ જ  વધુ પાંચ નવા જમ્બો સેન્ટર પણ ઊભાં કરી રહી છે. એથી વધુ 10,000 બેડ ઉપલબ્ધ થશે. ICU બેડની સાથે ઑક્સિજન સાથેના બેડ પણ વધારવામાં આવશે.

બીજી લહેર પર નિયંત્રણ મેળવામાં સફળતા મળી છે. જોકે પાલિકા ગાફેલ નહીં રહેતાં હૉસ્પિટલમાં પલંગની સંખ્યા વધારી રહી છે. ત્રીજી લહેર જોખમી હશે. રોજના 2,000થી વધુ દર્દીઓ આવશે એવો અંદાજ છે. એ સમયે 30,000 બેડની આવશ્યકતા હશે. એથી વધુ પાંચ જમ્બો સેન્ટર ઊભાં કરવાનું કામ ચાલુ છે. અત્યારે કોવિડ માટે 22,138 પલંગ છે. એમાં 11,580 ઑક્સિજન સાથેના બેડ છે, તો  ICU બેડની સંખ્યા 2,880 અને 1,489 વેન્ટિલેટર સાથેના બેડ ઉપલબ્ધ છે.

 ત્રીજી લહેરમાં બાળકોને વધુ જોખમ હશે. એથી બાળકો માટે BMCની મુખ્ય હૉસ્પિટલમાં પણ અલગથી વૉર્ડ ઊભા કરવામાં આવી રહ્યા છે. ગોરેગામના નેસ્કો સેન્ટરમાં બાળકો માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

Mumbai Jeweller Fraud: મુંબઈમાં હાઈ-પ્રોફાઈલ છેતરપિંડી: કર્ણાટકના મંત્રીને દાગીના બતાવવાના બહાને જ્વેલર પાસેથી ₹૧૧ લાખના ઘરેણાં પડાવી આરોપી ફરાર
Mumbai Cyber Cell : મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’ ફ્રોડનો પર્દાફાશ: મની લોન્ડરિંગના નામે વૃદ્ધ પાસેથી ₹૧૦ લાખ પડાવનાર બે ઠગ ઝડપાયા, ૧૪ રાજ્યોમાં ફેલાયેલું હતું નેટવર્ક
India’s first musical road : મુંબઈ કોસ્ટલ રોડ પર ગુંજશે ‘જય હો’: ભારતનો પ્રથમ અને વિશ્વનો પાંચમો ‘મ્યુઝિકલ રોડ’ તૈયાર, જાણો કેવી રીતે વાગશે સંગીત
Ajit Pawar Plane Crash Case: રોહિત પવારના ગંભીર આક્ષેપો, અજિત પવારના હેલિકોપ્ટર અકસ્માત પાછળ કાવતરાની આશંકા વ્યક્ત કરી
Exit mobile version