Site icon

વાહ!! મુંબઈ મહાનગરપાલિકાએ હવે બનાવ્યો આ રેકોર્ડ… જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,18 જાન્યુઆરી 2022  

Join Our WhatsApp Community

મંગળવાર.

કોસ્ટલ રોડ અને વોટર ટનલના ખોદકામમાં નવો રેકોર્ડ બનાવ્યા બાદ હવે નવો વિક્રમ પ્રસ્થાપિત કર્યો છે. બાંદ્રા – ખાર વિસ્તારમાં સ્યુએજ લાઈ(ગટર) પરના ભારને ઘટાડવા માટે બાંદ્રા ઇનલેન્ડ ડ્રેનેજ પંપિગ સેન્ટરથી જયભારત પંપિંગ સેન્ટર સુધી 1.857 કિમીની અન્ડરગ્રાઉન્ડ ટનલનું ખોદકામ માત્ર 13 મહિનામાં પૂર્ણ કર્યું છે. તે દેશની સૌથી નાની વ્યાસની સ્યૂએજ  ટનલ છે. આ ટનલ  માટે માઇનિંગ ટેક્નોલોજી 'અર્થ પ્રેશર બેલેન્સ ટીબીએમ'નો પહેલી વખત ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ બાંધકામ ચીફ એન્જિનિયર (મુંબઈ સીવરેજ પ્રોજેક્ટ) દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે. પ્રોજેક્ટ પર લોકડાઉનની કોઈ અસર થયા વગર ગટરની ટનલનું કામ ચાલુ રાખવામાં આવ્યું છે. ભવિષ્યમાં લગભગ  72 મિલિયન લિટરની ક્ષમતા સાથે ગટરના ગંદા પાણીનું વહન કરવાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ ટનલ સેગમેન્ટલ લાઇનિંગ પદ્ધતિનો ઉપયોગ કરીને બનાવવામાં આવી રહી છે. ભવિષ્યમાં આ નવી સ્યુએજ ટનલમાંથી ગંદા પાણીના પ્રવાહને ચિમ્બાઈ પંપિંગ સેન્ટર તરફ વાળવા માટે માહિમ કોઝવે જંકશન (મધર એન્ડ સન ગાર્ડન સ્ટેચ્યુ) ખાતે એક શાફ્ટ પણ બાંધવામાં આવી રહ્યો છે. 2051ની સાલને ધ્યાનમાં રાખીને આ ટનલ બનાવવામાં આવી રહી છે. 

અરે વાહ, મુંબઈ મહારાષ્ટ્રના અન્ય જિલ્લાની તુલનામાં બૂસ્ટર ડોઝ માં મોખરે, પાંચ દિવસમાં આટલા હજાર લાભાર્થીઓએ લીધો રસીનો ત્રીજો ડોઝ

પાલિકાના અધિકારીઓના કહેવા મુજબ ટનલ પૂર્ણ થયા બાદ જય ભારત પંપિગ સ્ટેશનમાં જતું ગટરનું પાણી આ ટનલ દ્વારા બાંદ્રા ઈનલેન્ડ પંપિંગ સેન્ટર તરફ વાળવામાં આવશે. પરિણામે બાંદ્રા, ખાર વિસ્તારમાં રહેલી ગટરો પરનો ભાર ધટશે. ભવિષ્યમાં જય ભારત પંપિગ સ્ટેશન અને ચિમ્બાઈ પંપિંગ સ્ટેશન બંધ કરવામા આવવાનુ છે, તેથી આ નવી ટનલ ઉપયોગ સાબિત થશે.

અહીં ઉલ્લેખનીય છે કે આ અન્ડરગ્રાઉન્ડ ટનલનું ખોદકામ બાંદ્રા સેન્ટર ખાતે 4 ડિસેમ્બર 2020થી શરૂ કરવામાં આવ્યું હતું અને કામ 17 જાન્યુઆરી, 2022ના પૂરું કરવામાં સફળતા મળી છે. અત્યાર સુધી પ્રોજેક્ટનું 80% કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. પ્રોજેક્ટની ડેડલાઈન ડિસેમ્બર 2022 છે. સ્યૂએજ ટનલની લંબાઈ 1,857 મીટરની છે અને તેનો આંતરિક વ્યાસ – 2.60 મીટરનો છે.

Mega Block:રવિવારે મધ્ય રેલવે દ્વારા થાણે અને કલ્યાણ વચ્ચે મેગા બ્લોક.
Mumbai airport news: મુંબઈ એરપોર્ટ પરથી નકલી પાસપોર્ટ સાથે બે વિદેશીઓની ધરપકડ
Mumbai drug bust: વસઈમાં 8 કરોડની કિંમતના હેરોઈન સાથે રાજસ્થાનના ત્રણ શખ્સોની ધરપકડ
Adani Electricity:અદાણી ઇલેક્ટ્રિસિટી નવરાત્રી અને દુર્ગા પૂજા પંડાલ માટે સરળતાથી કનેક્શન અને રાહતદરે વીજળી આપશે
Exit mobile version