Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ મહાનગરપાલિકાની અનોખી સ્કીમ, જો આ કરશો તો પ્રોપર્ટી ટેક્સમાં 10 ટકા છૂટ મળશે.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

11 ફેબ્રુઆરી 2021 

મુંબઈ મહાનગરપાલિકાએ હાલમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.આ નિર્ણય દરેક મુંબઈ વાસીઓ માટે પૈસા બચાવનારો તેમજ પર્યાવરણની જાળવણી કરનારો છે.મુંબઈ મહાનગરપાલિકાએ એવી સ્કિમ જાહેર કરી છે કે જે હાઉસિંગ સોસાયટીમાં ભીનો અને સૂકો કચરો અલગ કરવામાં આવશે તે સોસાયટીને પ્રોપર્ટી ટેક્સમાં 10% સુવલત આપવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે વર્ષ 2017 થી મુંબઈ મહાનગરપાલિકાએ એવો કાયદો બનાવ્યો છે કે દરેક હાઉસિંગ સોસાયટી એ પોતાનો કચરો ભીનો અને સૂકો એમ બે ભાગમાં વિભક્ત કરવો જોઈએ.જોકે હાઉસિંગ સોસાયટી આ સંદર્ભે કોઇ પગલાં લેતી નથી આથી લોકોને આર્થિક લાભ પહોંચાડવાના ઉદ્દેશ્યથી મુંબઈ મહાનગરપાલિકાએ આ નવો નિર્ણય લીધો છે.

આ સ્કીમની સંપૂર્ણ માહિતી માટે હાઉસિંગ સોસાયટીના અધિકારીઓએ સ્થાનિક વોર્ડ ઓફિસમાં તપાસ કરવાની રહેશે.

Khar Police Missing Mobile CEIR પોર્ટલની મદદથી ખાર પોલીસની મોટી સફળતા ગુમ થયેલા ૩ સ્માર્ટફોન શોધી મૂળ માલિકોને હેમખેમ પરત કર્યા!
Mumbai Bike Theft Gang મુંબઈમાં બાઇક ચોરી કરતી રીઢા ગુનેગારોની ગેંગનો પર્દાફાશ ડોંગરી પોલીસે ગોવંડીથી એક શખ્સને દબોચ્યો, ૪ ગુનાઓનો ભેદ ઉકેલાયો!
Mumbai CA Suicide પત્નીના કથિત પ્રેમસંબંધની શંકામાં મુંબઈના CA નો આપઘાત લોકલ ટ્રેન સામે કૂદી જીવન ટૂંકાવ્યું, પત્ની અને મિત્ર સામે કેસ દાખલ!
Colaba Tragic Bike Accident મુંબઈના કોલાબામાં ગમખ્વાર માર્ગ અકસ્માત બાઇક કમ્પાઉન્ડ વોલ સાથે જોરદાર અથડાતાં બે સગા ભાઈઓનાં કરુણ મોત!
Exit mobile version