Site icon

Nashik bomb threat: નાસિકની ખાનગી શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

પોલીસની તપાસ શરૂ છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈ સહિત દેશભરમાં શાળાઓ

Nashik bomb threat નાસિકની ખાનગી શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Nashik bomb threat નાસિકની ખાનગી શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

News Continuous Bureau | Mumbai

કોલેજો અને સરકારી સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓના બનાવો વધી રહ્યા છે. આવામાં, નાસિકની એક ખાનગી શાળાને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી ગઈ છે. આ અંગે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે નાગરિકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે.

Join Our WhatsApp Community

પોલીસે જણાવ્યું કે, વહેલી સવારે ૨.૪૫ વાગ્યે ઇન્દિરાનગર પોલીસ સ્ટેશનને એક નકલી ઈમેલ આઈડી પરથી ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. આ ઈમેલમાં નાસિકની કેમ્બ્રિજ હાઈસ્કૂલના બાથરૂમમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું.

આ સમાચાર પણ વાંચો : Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં આટલા ટકા થી વધુ મહિલાઓ છે અપરિણીત, જાણો તેની પાછળના કારણો

ધમકી મળતાની સાથે જ બોમ્બ ડિટેક્શન સ્ક્વોડ (Bomb squad) સાથે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. જોકે, તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી અને શાળા સુરક્ષિત હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે અને સાયબર પોલીસ નકલી ઈમેલ આઈડી શોધવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ ધમકી એક અફવા હોવાનું બહાર આવ્યું છે.

Mumbai crime branch: મુંબઈમાં ₹૩ કરોડના પ્રતિબંધિત હુક્કા ફ્લેવર્સની દાણચોરી કરતો વેપારી ઝડપાયો
Thane Crime: થાણેમાં મોટો ચૂનો: કાપડના વેપારીઓ સાથે ₹અઢી કરોડની છેતરપિંડી, માલ લઈ આરોપી ફરાર, વેપારી જગતમાં ખળભળાટ.
Mumbai Crime: મુંબઈમાં કરુણ ઘટના: ચોરીના ખોટા આરોપથી દબાયેલી નોકરાણીએ કરી આત્મહત્યા, તણાવ હેઠળ અંતિમ પગલું
Kalagurjari Foundation: કલાગુર્જરી ( સ્થાપક સંસ્થા) ની નવી શ્રેણી ‘ઉબરો’નો પ્રથમ કાર્યક્રમ શનિવારે સાંજે
Exit mobile version