Site icon

મુંબઈ શહેરમાં ફરી એક વખત ધમકીભર્યા ફોનનો સિલસિલો ચાલુ થયો. આ જગ્યાઓ પર સુરક્ષા વધારવામાં આવી.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 7 ઓગસ્ટ 2021

શનિવાર 

મુંબઈ શહેરના ત્રણ રેલવે સ્ટેશન પર તેમ જ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના બંગલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પોલીસ પ્રશાસન ને મળી. ફોન પરથી આવેલી આ ધમકીને પગલે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ તેમજ ભાયખલા અને દાદર રેલવે સ્ટેશન પર પોલીસ વિભાગનો બોમ્બ સ્ક્વોડ પહોંચી ગયો હતો. આ ઉપરાંત સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના બંગલાને પણ બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળતાં ત્યાં પણ પોલીસ પહોંચી ગઈ હતી.

જોકે આ તમામ ધમકીઓ પોકળ સાબિત થઇ હતી. પરંતુ પોલીસ પ્રશાસન દોડતું થઇ ગયું હતું.

સાવચેત રહેજો! મહારાષ્ટ્રમાં કોરોનાના ડેલ્ટા વેરિએન્ટે વધારી ચિંતા, માત્ર એક જ દિવસમાં આ જિલ્લામાં નોંધાયો 30 નવા કેસ

Exit mobile version