ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ઓક્ટોબર, 2021
સોમવાર.
મુંબઈના રસ્તાની સાથે જ રાજયના હાઈવે પર પડેલા ખાડાઓ સામે સામાન્ય નાગરિક તો પરેશાન છે, પણ હવે ટ્રાન્સપોર્ટવાળાઓ પણ સરકાર અને પાલિકાના કારભારની આકરા શબ્દોમાં ટીકા કરી છે. રસ્તા પર પડેલા ખાડાને કારણે તેમને વાહન ચલાવવામાં થતી તકલીફને લઈને તેઓએ સરકારના ભ્રષ્ટ કારભાર સામે બળાપો કાઢયો હતો.
કાંદિવલીના ચારકોપના એક ઘરમાં આજે સવારે સિલિન્ડર બ્લાસ્ટની ઘટના ઘટી; જુઓ વીડિયો
તાજેતરમાં મુંબઈમાં કાજી સૈયદ સ્ટ્રીટમાં બોમ્બે ગુડ્સ ટ્રાન્સપોર્ટ અસોસિયેશનની માસિક બેઠક થઈ હતી, જેમાં ટ્રાન્સપોર્ટવાળાને થતા જુદા જુદા મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. જોકે તેમાં સૌથી વધુ ચર્ચા મુંબઈ સહિત રાજયમાં હાઈવે પર પડેલા ખાડાઓને પૂરવામાં દુર્લક્ષ સેવામાં આવી રહ્યું છે. તેની સામે ભારે નારાજગી વ્યકત કરી હતી. બોમ્બે ગુડ્સ ટ્રાન્સપોર્ટ અસોસિયેશનના પદાધિકારીએ મુંબઈમાં ખાડા પર રસ્તો છે કે રસ્તા પર ખાડા એ જ સમજમાં આવતું નથી કહીને પાલિકા પ્રશાસનની ટીકા કરી હતી. મુંબઈની સાથે, થાણે, ભિવંડી, વસઈ, તલોસા, પનવેલ અને પડઘામાં પણ રસ્તાથી કથળેલી હાલત બાબતે મીટીંગમાં ચિંતા વ્યકત કરવામાં આવી હતી.