Site icon

Mumbai: બોમ્બે હાઈકોર્ટની ટિપ્પણી- ‘વહુને રસોઈ આવડતી નથી, માતા-પિતાએ કશું શીખવ્યું નથી…’! સાસુ-સસરાનું કહેવું ક્રૂરતા નથી..

Mumbai: બોમ્બે હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે જો સાસરિયાં પુત્રવધૂના માતા-પિતાને ભોજન ન બનાવી શકતા હોવા અંગે કોઈ ટિપ્પણી કરે તો તે ક્રૂરતા નથી.

Bombay High Court's comment- 'daughter -in-law doesn't know how to cook, parents didn't teach anything...'! It is not cruel to say mother-in-law..

Bombay High Court's comment- 'daughter -in-law doesn't know how to cook, parents didn't teach anything...'! It is not cruel to say mother-in-law..

News Continuous Bureau | Mumbai

Mumbai: બોમ્બે હાઈકોર્ટે ( Bombay High Court ) એક કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે જો સાસરિયાં ( in laws ) પુત્રવધૂને કંઈ રસોઈ આવડતી નથી. તેના માતા-પિતાને તેને કોઈ ભોજન ( Cooking ) બનાવતા નથી શીખવાડ્યુ હોવા અંગે કોઈ ટિપ્પણી કરે તો તે ક્રૂરતા ( Cruelty ) નથી. આ ભારતીય દંડ સંહિતાની કલમ 498A હેઠળ આવતું નથી. આ નિર્ણય આપતા જસ્ટિસ અનુજા પ્રભુદેસાઈ અને એનઆર બોરકરની ખંડપીઠે મહિલાની ફરિયાદ પર નોંધાયેલી એફઆઈઆર રદ કરવાનો આદેશ આપ્યો છે. 

Join Our WhatsApp Community

એક મહિલાએ મહારાષ્ટ્રના સાંગલી ( Sangli ) જિલ્લાના ભીલાવાડી પોલીસ સ્ટેશનમાં તેના પતિના સંબંધીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે તેના લગ્ન 13 જુલાઈ, 2020 ના રોજ થયા હતા. તેણીએ કહ્યું કે તેણીને નવેમ્બર 2020 માં ( daughter-in-law ) પત્નીને તેના પતિના ઘરથી બહાર કાઢી મુકવામાં આવી હતી, જેના પગલે તેણીએ 9 જાન્યુઆરી, 2021 ના ​​રોજ એફઆઈઆર નોંધાવી હતી. મહિલાએ દાવો કર્યો હતો કે લગ્ન બાદ પતિ તેની સાથે વૈવાહિક સંબંધો સ્થાપિત કરવામાં અસમર્થ રહ્યો હતો.

  મહિલા પર ક્રુરતાના પુરાવાનો અભાવઃ કોર્ટ

મહિલાએ તેની ફરિયાદમાં એવો પણ આરોપ મૂક્યો હતો કે તેના પતિના ભાઈઓ તેને એમ કહીને ટોણા મારતા હતા અને અપમાનિત કરતા હતા કે તેને રસોઈ બનાવતા આવડતી નથી અને તેના માતા-પિતાએ તેને કંઈ શીખવ્યું નથી. આરોપીના સંબંધીઓએ એફઆઈઆર રદ કરવા માટે કોર્ટમાં અરજી કરી હતી. સુનાવણી દરમિયાન, હાઈકોર્ટે સ્વીકાર્યું કે આઈપીસીની કલમ 498A હેઠળ નાની લડાઈઓ ક્રૂરતા નથી.

આ સમાચાર પણ વાંચો :  One Nation One Challan: ગુજરાતમાં હવે વન નેશન વન ચલણ હેઠળ જનરેટ થશે ઈ- ચલણ.. જાણો કઈ રીતે કામ કરશે આ એપ..

કોર્ટે કહ્યું, “હાલના કેસમાં, આ અરજદારો પર એક માત્ર આરોપ છે કે તેઓએ મહિલાને ભોજન રાંધવા સક્ષમ ન હોવા અંગે ટિપ્પણી કરી હતી. આવી ટિપ્પણી IPCની કલમ 498 હેઠળ ક્રૂરતા સમાન નથી.” FIR રદ કરતી વખતે કોર્ટે કહ્યું કે કલમ 498A હેઠળ ગુનો સાબિત કરવા માટે એ સ્થાપિત કરવું પડશે કે મહિલા પર સતત ક્રૂરતા કરવામાં આવી હતી.

Maharashtra Weather Forecast: મહારાષ્ટ્રમાં આગામી ૨૪ કલાકમાં વરસાદી માવઠાની આગાહી, પ્રજાસત્તાક પર્વે મુંબઈ અને પુણે સહિત અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ.
Satara Drug Bust: કરાડના પાચુપતેવાડીમાં DRI ની રેડ, પોલ્ટ્રી ફાર્મમાં ચાલતી ગેરકાયદે ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ; તપાસમાં ચોંકાવનારા ખુલાસા.
Nadeem Khan Arrested: ધુરંધર અભિનેતા નદીમ ખાનની ધરપકડ, મહિલા સાથે લગ્નના બહાને ૧૦ વર્ષ સુધી દુષ્કર્મ ગુજારવાનો આરોપ; પોલીસે હાથ ધરી તપાસ
Navi Mumbai Crime: તુર્ભેમાં મોબાઈલ શોપમાં ચોરી કરનાર ૪ રીઢા ગુનેગારો ઝડપાયા, નવી મુંબઈ પોલીસે ૨૪ કલાકમાં લાખોનો મુદ્દામાલ રિકવર કર્યો
Exit mobile version