Site icon

સવાર સવારના સમયમાં બોરીવલી રેલવે સ્ટેશન પર યાત્રીઓનો હંગામો- એસી લોકલ ટર્મિનેટ કરી- જુઓ ફોટા – જાણો વિગત

News Continuous Bureau | Mumbai

એસી લોકલ(AC Local)માં મુંબઈગરાઓ અને એમાં પણ ખાસ કરીને પશ્ચિમ ઉપનગરના લોકો પ્રવાસ કરતા હોય છે ત્યારે આજે (સોમવારે) સવાર સવારમાં બોરીવલી રેલવે સ્ટેશન(Borivali railway station) ઉપર કામે જતા લોકોને અડચણ થઇ હતી. વિરાર થી આવતી એસી લોકલને બોરીવલી પર અટકાવી દીધી હતી. કારણ કે બોરીવલીથી 7:54ના ઉપડનારી ચર્ચગેટ(Churchgate) તરફ જનાર એસી લોકલ 1st ઓક્ટોબર 2022 થી હંમેશા માટે રદ કરીને તેના સ્થાને 7:53 વિરાર થી ચર્ચગેટ જતી સાદી લોકલને એસી લોકલમાં તબદીલ કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

 

 આમ બોરીવલી(Borivali)થી ચર્ચગેટ જનાર ટ્રેન રદ કરવામાં આવતા અને વિરાર (Virar)થી ચર્ચગેટ જતી સાદી લોકલને એસી લોકલમાં તબદીલ કરવામાં આવતા મુસાફરો રોષે ભરાયા છે. લોકો એસી ટ્રેનના દરવાજા આગળ ઊભા રહી ગયા હતા અને દરવાજો બંધ નહિ થવા દીધો અને ટ્રેનને બોરીવલી પ્લેટફોર્મ પર રોકી દીધી હતી. આ ઘટનાની જાણ થતા રેલવે પોલીસ અધિકારીઓ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી ગયા હતા. રેલવે પોલીસ ફોર્સના ઓફિસરે લોકો ને સમજાવી ને હટાવ્યા પછી ટ્રેન રવાના કરી. જુઓ ફોટોગ્રાફ અને વિડિયો.

આ સમાચાર પણ વાંચો :દુકાનના બોર્ડ મરાઠીમાં લખવાની મુદત ખતમ- મુંબઈમાં માત્ર આટલા ટકા દુકાનોએ જ લગાવ્યા મરાઠી સાઈનબોર્ડ- હવે શું કરશે પાલિકા

 

Dahisar: દહિસરમાં નિર્માણાધીન સાઇટની દીવાલ ધરાશાયી: એસ.વી. રોડ પર કાટમાળ પડતા ભાગદોડ; માનવ કલ્યાણ હોસ્પિટલ પાસે મોટી જાનહાનિ ટળી.
BMC Construction Pollution Action 2026: મુંબઈની હવા સુધારવા BMC એક્શન મોડમાં: ૧,૦૮૨ સ્થળોએ તપાસ, ૯૩ બાંધકામોને ‘સ્ટોપ વર્ક’ નોટિસ; પ્રદૂષણ ફેલાવતા બિલ્ડરો સામે લાલ આંખ.
Worli Sewri Elevated Road Accident: વરલી-શિવડી એલિવેટેડ રોડના કામમાં જીવલેણ બેદરકારી: પરેલમાં ઊંચાઈ પરથી સળિયો પડતા રાહદારી યુવાન લોહીલુહાણ; સેફ્ટી નેટનો અભાવ.
Mumbai Drug Bust: મુંબઈમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ: ₹૨.૮૧ કરોડનું ‘હાઈ-ગ્રેડ’ ચરસ જપ્ત; નેપાળી દાણચોરો અને વિલે પાર્લેનું પેડલર દંપતી ઝડપાયું.
Exit mobile version