Site icon News Continuous Bureau | Mumbai

Borivali Bogus call centre : મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની દમદાર કામગીરી, બોરીવલીમાં નકલી કોલ સેન્ટરનો કર્યો પર્દાફાશ; આટલા લોકોની કરી ધરપકડ..

Borivali Bogus call centre : મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે મુંબઈ સ્થિત એક કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે જે અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરી રહ્યું હતું. આ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના યુનિટ ૧૨ એ ૪ લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓ પર માઇક્રોસોફ્ટ સોફ્ટવેરની ટેકનિકલ સમસ્યાઓ હલ કરવાનું વચન આપીને અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે.

Borivali Bogus call centre Fake Call Centre Busted, Four Held For Duping US Citizens

Borivali Bogus call centre Fake Call Centre Busted, Four Held For Duping US Citizens

News Continuous Bureau | Mumbai

Borivali Bogus call centre : મુંબઈમાં ફરી એક વાર બોગસ કોલ સેન્ટર ઝડપાયું છે. શહેરના બોરીવલી વિસ્તારમાંથી બોગસ કોલ સેન્ટર ઝડપાયું છે. જે અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરતું હતું. મુંબઈ પોલીસના ક્રાઈમ બ્રાન્ચ યુનિટે આ કેસમાં 4 લોકોની ધરપકડ કરી છે. પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચ યુનિટ 12 ને ગુપ્ત માહિતી મળી હતી કે  બોરીવલી (વેસ્ટ)માં વજીરાનાકા સ્થિત એક નિર્માણાધીન ઈમારતમાં ત્રીજા માળે એક બોગસ કોલ સેન્ટર ચાલી રહ્યું છે. આ કોલ સેન્ટર અમેરિકન નાગરિકોને તેમના માઈક્રોસોફ્ટ વિન્ડોઝમાં સમસ્યા હોવાનું કહીને છેતરપિંડી કરી રહ્યું હતું. પોલીસને મળેલી માહિતીના આધારે, તેઓએ બોરીવલીમાં અર્પણ એપાર્ટમેન્ટમાં દરોડો પાડ્યો.

Join Our WhatsApp Channel

 Borivali Bogus call centre : પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી

આ દરોડામાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી હતી. સાથે જ તેમની પાસેથી 6 લેપટોપ, 20 મોબાઈલ ફોન, 2 વાઈફાઈ રાઉટર, 6 સ્પીકર્સ અને લગભગ 2.41 લાખ રૂપિયાની અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. પોલીસે આઇટી એક્ટ અને ભારતીય ન્યાયિક સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. ધરપકડ બાદ, બધા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જ્યાં તેમને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા. 

આ સમાચાર પણ વાંચો : Uddhav Thackeray : ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન કહ્યું-‘મારી હાલત જાપાન જેવી થઇ ગઈ છે, દરરોજ લાગી રહ્યા છે આંચકા’, જાણો કેમ આવું કહ્યું..

Borivali Bogus call centre  : આ રીતે કરતા હતા છેતરપિંડી 

આરોપીની કાર્યપદ્ધતિનું વર્ણન કરતા પોલીસે જણાવ્યું હતું કે તેઓ યુએસના નાગરિકોને લેપટોપ અને ડેસ્કટોપ પર નકલી પોપ-અપ્સ મોકલતા હતા. જેમાં તેમના સોફ્ટવેરમાં સમસ્યાઓ હોવાનું દર્શાવવામાં આવતું હતું. આ સાથે જ તેઓ એક ટોલફ્રી નંબર પણ પૂરો પાડતા હતા. જ્યારે ટાર્ગેટેડ લોકો તેમનો સંપર્ક કરે ત્યારે સ્કેમર્સ માઈક્રોસોફ્ટના કર્મચારી હોવાનો ડોળ કરતા અને કોમ્પ્યુટર ઠીક કરવાના બહાને ચાલાકીથી તેમની બેંકની વિગતો મેળવી લેતા અને ત્યારબાદ તેમના ખાતામાંથી ભંડોળની ઉચાપત કરતા હતા.

Accused Arrested For Cruel Killing Of Cats બિલાડીઓની નિર્દયતાથી હત્યા કરનાર આરોપી પોલીસના સળિયા પાછળ, આરસીએફ પોલીસે કરી ધરપકડ
ANC Seizes MD Drugs In Jogeshwari એન્ટી નાર્કોટિક્સ સેલની મોટી કાર્યવાહી જોગેશ્વરીમાંથી ૧.૨૬ કરોડની કિંમતના એમડી ડ્રગ્સ સાથે એક પેડલર ઝડપાયો
Chembur Police Case Over False Identity And Assault ધર્મ છુપાવીને યુવતી સાથે દુષ્કર્મ આચરનાર અને બ્લેકમેઈલ કરનાર વિરુદ્ધ ચેંબૂર પોલીસમાં ગુનો દાખલ
DRI Seizes Gold Worth Rs 5.47 Crore ડીઆરઆઈની મોટી કાર્યવાહી ૫.૪૭ કરોડનું સોનું જપ્ત, એરલાઈન્સના કર્મચારીઓ સહિત પાંચ ઝડપાયા
Exit mobile version