Site icon News Continuous Bureau | Mumbai

બોરીવલીના ગોયલ શોપિંગ સેન્ટરના વેપારીઓની હાલત કફોડી : એક તરફ વેપાર ઓછો બીજી તરફ ફેરીયાઓએ રસ્તા જામ કરી નાખ્યા.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

16 માર્ચ 2021

કોરોના કાળ જ્યારથી શરૂ થયો છે ત્યારથી શોપિંગ કોમ્પ્લેકસમાં દુકાન ધરાવતા વેપારીઓના ધંધા પાણી ઓછા થયા છે. તેમ છતાં વેપારીઓ મક્કમતાથી આગળ વધી રહ્યા છે. સરકારે જે ગાઈડલાઈન બહાર પાડી છે તેને કારણે ઘરાકી વધવામાં અડચણ પડે છે.

આ પરિસ્થિતિમાં હવે બોરીવલીના ગોયલ શોપિંગ સેન્ટર ને એક વિચિત્ર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. શોપિંગ સેન્ટરની બહાર ફેરિયાઓ ઘણી મોટી સંખ્યામાં બેસે છે. જોવાની વાત એ છે કે આ ફેરિયાઓ હવે રસ્તાને પોતાની દુકાન સમજે છે. દાદાગીરીથી ફેરિયાઓએ ફૂટપાથ અને રસ્તાની કિનારીઓ પચાવી પાડી છે. પરિણામ સ્વરૂપ કોઈ વ્યક્તિને ગોયલ શોપિંગ સેન્ટરમાં જવું હોય તો રસ્તો પણ બંધ છે. આ સંદર્ભે મુંબઈ મહાનગર પાલિકાને વારંવાર ફરિયાદ કરી હોવા છતાં કોઈ પગલા લેવાયા નથી, જેને કારણે વેપારીઓ નારાજ છે.

Mumbai Police Bangladeshi Infiltrators ખાર વિસ્તારમાં સંતાઈને રહેતા 7 બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા ATCની મોટી કાર્યવાહી, પાસપોર્ટવીઝા વગર ગેરકાયદે રહેતા હોવાનો પર્દાફાશ
Kandivali Police Arrest Two Conmen જાદુઈ ચશ્મા અને નોટોના ઢગલાની લાલચ પડી ભારે! કાંદિવલી માં ૭૦ વર્ષીય વૃદ્ધ સાથે અધધ ₹૩૧ લાખની ઠગાઈ પોલીસે બિછાવી જાળ
Versova Bike Thefts શોખ પૂરો કરવા માસ્ટર કીથી બાઇક ચોરી! પેટ્રોલ ખલાસ થતાં લાવારીસ છોડી ભાગી જતો ટીનેજર આખરે પોલીસના સકંજામાં
MNS Leader Arrested રાજકીય વગ વાપરી ફ્લેટ પચાવી પાડવાનો કારસો બનાવટી દસ્તાવેજો બનાવી ભાડું ન ચૂકવનાર મનસે નેતા દબોચાયા
Exit mobile version