Site icon

Borivali : મુંબઈમાં ખુલ્લી ગટરો અને મેનહોલ બન્યાં જીવલેણ, બોરીવલીમાં મેનહોલ્સએ લીધો મજુરનો ભોગ..

Borivali : મુંબઈના બોરીવલી વિસ્તારમાં મેનહોલમાં પડી જતા મજૂરનું મોત..

Borivali Labourer dies after falling into manhole in Borivali West, Mumbai

Borivali Labourer dies after falling into manhole in Borivali West, Mumbai

News Continuous Bureau | Mumbai

 Borivali : ચોમાસામાં રસ્તે ચાલનારા રાહદારીઓ માટે ખુલ્લી ગટરો અને મેનહોલ જીવલેણ બની રહ્યા છે. ઉત્તર મુંબઈના બોરીવલી વેસ્ટમાં મેનહોલમાં પડી જવાથી 35 વર્ષીય મજૂરનું મૃત્યુ થયું છે. પાલિકાના એક અધિકારીએ આ માહિતી આપી છે. આ ઘટના અંબાજી મંદિરની નજીક શિંપોલી રોડ પર ગોખલે સ્કૂલ પાસે સાંજે 4:30 વાગ્યે બની હતી.

Join Our WhatsApp Community

Borivali : આ મેનહોલ ગટર લાઇનનો એક ભાગ 

આ મેનહોલ મુંબઈ મહાનગર પાલિકાની  ગટર લાઇનનો એક ભાગ છે. જેને હોટલના માલિક દ્વારા સફાઈ માટે ખોલવામાં આવ્યો હતો, આ માટે તેણે ખાનગી કોન્ટ્રાક્ટ મજૂરોને રાખ્યા હતા. જોકે કમનસીબે જ્યારે તે સાફ કરવામાં આવી રહ્યો હતો, ત્યારે મજુર તેની અંદર પડી ગયો હતો. 

આ સમાચાર પણ વાંચો: Mumbai Traffic : સાયન રોડ ઓવરબ્રિજ (ROB) ડિમોલિશનને કારણે BKCમાં ટ્રાફિક, નવા ડાયવર્ઝન રૂટ અને રી-રૂટિંગ પગલા અમલમાં મુકાયા.

આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડના જવાનોને થતાં જ ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેઓએ બંનેને ગટરમાંથી બહાર કાઢ્યા. જોકે, એક કામદારનું મોત થયું હતું અને અન્ય એક કામદાર ઘાયલ થયો હતો. તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

 

 

Mankoli Bridge Stunts:માનકોલી બ્રિજ પર સ્ટન્ટબાજી અને રીલ્સ બનાવવી ભારે પડી: ત્રણ યુવાનો વિરુદ્ધ પોલીસની લાલ આંખ
Mumbai Gas Cylinder Theft:મુંબઈમાં ગેસ સિલિન્ડર ચોરતી ગેંગનો પર્દાફાશ: કાંદિવલી અને પવઈમાં તવાઈ, કુલ 72 સિલિન્ડર જપ્ત
Borivali Investment Scam: ₹6.71 કરોડની ઠગાઈમાં દંપતીની ધરપકડ, રોકાણની રકમ ડ્રગ્સમાં વાપરી હોવાનો દાવો
Crocodile Rescued in Mulund:મુલુંડમાં ગટરના નાળામાં મગર દેખાતા ફફડાટ: વન વિભાગે રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યો
Exit mobile version