Site icon

Borivali : ગુજરાતીમાં લખેલ સ્વાતંત્ર્યવીર સાવરકર ઉદ્યાન નામ ફલક બાબતે સાં.ગોપાળ શેટ્ટીને મળી જીત, કોર્ટે આપ્યો આ મહત્વપૂર્ણ ચુકાદો..

Borivali : ચૂંટણી સમયે આવા જાતિવાદ ભાષાવાદ કરતા પહેલા તેમણે એક વખત આવીને જોવાની જરૂર હતી કે સ્વાતંત્ર્યવીર સાવરકરના ત્રણે પ્રવેશદ્વાર પર અંગ્રેજી મરાઠી અને ગુજરાતી એમ ત્રણે ભાષામાં નામ ફલક લગાવવામાં આવ્યા હતાં.

Borivali MP Gopal Shetty's big win over a plaque in Gujarati written in the name of freedom fighter Savarkar Udyan

Borivali MP Gopal Shetty's big win over a plaque in Gujarati written in the name of freedom fighter Savarkar Udyan

 News Continuous Bureau | Mumbai 

Borivali : ઉત્તર મુંબઈ ખાતે સાંસદ ગોપાલ શેટ્ટી દ્વારા નિર્મિત ઉદ્યાન સ્વાતંત્ર્યવીર સાવરકર ઉદ્યાન પર મરાઠી સાથે ગુજરાતી ભાષામાં પણ લખેલ નામને કારણે હાલમાંજ સંકુચિત વિચારધારા કાર્યકરો દ્વારા વિરોધ આંદોલન કરવામાં આવ્યા હતા. 

Join Our WhatsApp Community

ગુજરાતી બહુમતી ધરાવતા બોરીવલી જેવા પરામાં એક ભવ્ય ઉદ્યાન પર ગુજરાતી ભાષામાં પણ નામકરણ હોવું એ કોઈ વિરોધ કરવા જેવી બાબત ન હતી. પરંતુ ભાષા જાતિ દ્વારા વૈમનસ્ય ફેલાવનારા અમુક વિઘનસંતોષીઓએ આ મુદ્દો ચગાવ્યો અને વિરોધી સુર કાઢ્યો.

 ગુજરાતી નામ ફલક ઉતારી નાખવા સંબધે નોટિસ 

મુંબઈ મહાનગરપાલિકા આર /મધ્યના સહાયક આયુક્ત શ્રીમતી સંધ્યા નાંદેડકરે કંઈ તપાસ કર્યા વિના ગુજરાતી નામ ફલક ઉતારી નાખવા સંબધે નોટિસ પણ ફટકારી દીધી. ચૂંટણી સમયે આવા જાતિવાદ ભાષાવાદ કરતા પહેલા તેમણે એક વખત આવીને જોવાની જરૂર હતી કે સ્વાતંત્ર્યવીર સાવરકરના ત્રણે પ્રવેશદ્વાર પર અંગ્રેજી મરાઠી અને ગુજરાતી એમ ત્રણે ભાષામાં નામ ફલક લગાવવામાં આવ્યા હતાં.

૨૦૦૬ માં બોરીવલીના હાર્દ વિસ્તારમાં સ્વાતંત્ર્યવીર સાવરકરની વિશાળ પ્રતિમા સાથે અત્યંત ભવ્ય ઉદ્યાનનું નિર્માણ પ્રજાજનોના આર્થિક સહયોગથી ભંડોળ ભેગું કરી કરવામાં આવ્યું હતું. અને ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે સ્વાતંત્ર્યવીર સાવરકર ની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

પાછલા ૧૭-૧૮ વર્ષોમાં કોઈ પણ વિવાદ અથવા જાતિગત ભાષાવાદ આ ઉદ્યાન વિશે આવ્યો ન હતો. બોરીવલી નગરજનો અને આસપાસના દહિસર કાંદિવલી સુધીના નાગરિકો આ ઉદ્યાનમાં ચાલતી અનેક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. સૌહાર્દ પૂર્ણ વાતાવરણ આ ઉદ્યાનની વિશેષતા રહી છે. અને ચૂંટણી સમયે આ ભાષાકીય વિવાદ કરી અને તેના પર મનપા આર/મઘ્ય દ્વારા નોટિસ ફટકારી વિવાદને વકરાવવાની દુષ્પ્રવૃત્તિઓ થઈ હતી. સ્થાનિક સાંસદ ગોપાલ શેટ્ટી તેમજ ઉદ્યાનની દેખરેખ કરનાર પોઇસર જિમખાના ટ્રસ્ટ દ્વારા આ બાબતે અત્યંત નારાજગીનો સૂર આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Beetroot Face Pack: ચહેરા પર ગુલાબી ચમક જોવે છે ? તો અજમાવો આ ખાસ બીટરૂટ ફેસ પેક..

 મુંબઈ ઉચ્ચ ન્યાયાલય નાગપુર ખંડપીઠે એક મહત્વનો ચુકાદો

સહાયક આયુક્તને સ્થળ પર આવી જાત તપાસ કરવા પણ કહેવામાં આવ્યું હતું. હાલમાં જ મુંબઈ ઉચ્ચ ન્યાયાલય નાગપુર ખંડપીઠે એક મહત્વનો ચુકાદો આ સંદર્ભે આપેલ છે એ અહીં ઉલ્લેખનીય અને અનુકરણીય રહે છે. વાત જાણે એમ છે કે, નાગપુર ખંડપીઠ મુંબઈ ઉચ્ચ ન્યાયાલય ન્યાયાધીશ શ્રી અવિનાશ ઘોટે અને શ્રીમતી મુકુલિકા જવલકર  દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ઇમારતો પર મરાઠી રાજ્યભાષા નામ ફલક સાથે અન્ય તે વિસ્તારની લાગતી વળગતી ભાષામાં પણ નામ ફલક લગાવી શકાય. તેનાથી મહારાષ્ટ્ર સ્વરાજ્ય સંસ્થા (અધિકૃત ભાષા) કાયદો ૨૦૨૨નું ઉલ્લંઘન થતુ નથી. મંગલૂરપીર અને પાતુર નગર પરિષદની ઇમારતો પર મરાઠી સિવાય ઉર્દૂ તેમજ અન્ય ભાષાનો ઉપયોગ નામ ફલક માટે કરવામાં આવ્યો હતો.

આના વિરોધમાં દાખલ કરેલી યાચિકાનો ચુકાદો આપતાં મુંબઈ ઉચ્ચ ન્યાયાલય નાગપુર ખંડપીઠના ન્યાયાધિશ બેલડી એ કહ્યું છે કે મરાઠી સાથે સાથે અન્ય ભાષામાં નામ ફલક એ મહારાષ્ટ્ર સ્વરાજ્ય સંસ્થા (અધિકૃત ભાષા) કાયદો ૨૦૨૨નું ઉલ્લંઘન થતુ નથી.

“સ્વાતંત્ર્યવીર સાવરકર ઉદ્યાન માટે પણ આજ કાયદો લાગુ થાય, તેથી હું આ સંઘર્ષમાં ઉચ્ચ ન્યાયાલય નાગપુર ખંડપીઠના આ ચુકાદાથી નિશ્ચિત જ સૌહાર્દ બંધુતાની જીત થઇ છે તેવું અનુભવું છું. અને સ્વાતંત્ર્ય વીર સાવરકર ઉદ્યાન પરના ગુજરાતી ભાષામાં લખાયેલ નામ ફલક નો વિષય હવે અહીં પૂરો થાય છે.” તેમ સાંસદ ગોપાલ શેટ્ટીએ કહ્યું હતું. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Mumbai Airport: મુંબઈ એરપોર્ટ પર વિદેશી વન્યજીવોની મોટી તસ્કરી ઝડપાઈ: ૪ એનાકોન્ડા સહિત ૧૫૪ પ્રાણીઓ જપ્ત
Mumbai Customs: કસ્ટમ્સની કડક કાર્યવાહી: મુંબઈમાં ₹૧.૨૫ કરોડની ગેરકાયદે સિગારેટ અને ઈ-સિગારેટનો નાશ, સ્મગલરોને મોટો ફટકો
Sonu Barai: પ્રેમ, દગો અને હત્યા-આત્મહત્યા: બ્રેકઅપ બાદ યુવતી પર જીવલેણ હુમલો, પ્રેમીએ કર્યું સુસાઇડ
Mumbai Local: મુંબઈ લોકલ બન્યું હોસ્પિટલ: વીડિયો કૉલ પર યુવકે ડૉક્ટરની ભૂમિકા ભજવી, સોશિયલ મીડિયા પર બન્યો ‘રિયલ હીરો’
Exit mobile version