Site icon News Continuous Bureau | Mumbai

Borivali Row: ભાજપના મહિલા નેતાએ દુકાનમાં કરી તોડફોડ, પવિત્ર સ્થાનની મર્યાદા ઓળંગતા વિવાદ વકર્યો; જાણો શું છે સમગ્ર મામલો

Borivali Row : વોર્ડ નંબર 15 ના નગરસેવિકા જિજ્ઞાસા શાહનો વીડિયો વાયરલ: ચપ્પલ પહેરીને દુકાનમાં રહેલા મંદિરમાં પ્રવેશતા સનાતન ધર્મના અપમાનનો આક્ષેપ, કાયદો હાથમાં લેવા બદલ વિવાદ.

Borivali Row BJP Corporator Jigyasa Shah Caught on Camera Vandalizing Shop; Accused of Disrespecting Temple Sanctity

Borivali Row BJP Corporator Jigyasa Shah Caught on Camera Vandalizing Shop; Accused of Disrespecting Temple Sanctity

News Continuous Bureau | Mumbai

 Borivali Row: મુંબઈના બોરીવલી (પશ્ચિમ) વિસ્તારમાં ભાજપના નગરસેવિકા જિજ્ઞાસા નિકુંજ શાહ પર સત્તાના જોરે ગુુંડાગીરી કરવાના ગંભીર આક્ષેપો થયા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં નગરસેવિકા તેમના સાથીદારો સાથે એક ખાનગી દુકાનમાં ઘૂસીને સામાન રસ્તા પર ફેંકતા જોવા મળે છે. આ ઘટનાથી વિસ્તારમાં તણાવની સ્થિતિ પેદા થઈ છે.આક્ષેપ છે કે દુકાનની અંદર નાનું મંદિર હોવા છતાં નગરસેવિકા અને તેમના સાથીદારો ચપ્પલ પહેરીને અંદર ઘૂસ્યા હતા, જેને સ્થાનિકો ધાર્મિક મર્યાદાઓનું અપમાન માની રહ્યા છે.

Join Our WhatsApp Channel

કાયદો હાથમાં લઈ સામાન રસ્તા પર ફેંક્યો

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, પોલીસ ઘટનાસ્થળે હાજર હતી અને તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ મામલો ખાનગી મિલકતનો હોવાથી તેઓ હસ્તક્ષેપ નહીં કરે. તેમ છતાં, નગરસેવિકા જિજ્ઞાસા શાહે કાયદો હાથમાં લઈને દુકાનમાં પ્રવેશ કર્યો હતો. વીડિયોમાં તે દુકાનમાંથી કપડાં અને અન્ય સામાન બહાર ફેંકતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. પીડિત પક્ષનો દાવો છે કે તેમની પાસે મિલકતના તમામ કાયદેસરના કાગળો છે, છતાં છેલ્લા બે દિવસથી તેમને ડરાવવામાં આવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : LPG e-KYC Update: ગેસ સબસિડી ચાલુ રાખવી હોય તો તરત કરો આ કામ! LPG e-KYC હવે મોબાઈલથી જ થશે શક્ય; આ રહી ઓનલાઇન પ્રોસેસની વિગત

ભાજપના ધારાસભ્યના મૌન સામે સવાલો

આટલો મોટો વિવાદ થયો હોવા છતાં સ્થાનિક ભાજપ ધારાસભ્ય સંજય ઉપાધ્યાયે આ મામલે મૌન ધારણ કર્યું છે. પોતાની જ પાર્ટીના નગરસેવિકાના આવા વર્તન સામે કોઈ કડક કાર્યવાહી ન થતા લોકોમાં રોષ છે. સ્થાનિકો આ ઘટનાને કાયદાના શાસન પર ‘ગુંડાગીરી’ ના વિજય સમાન ગણાવી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો

વાયરલ ક્લિપને જોયા બાદ નેટીઝન્સમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું જનપ્રતિનિધિઓને ખાનગી મિલકતમાં તોડફોડ કરવાની અને ધાર્મિક આસ્થાનું અપમાન કરવાની છૂટ છે? આ ઘટનાએ બોરીવલીમાં રાજકીય ગરમાવો વધારી દીધો છે અને વિપક્ષો પણ આ મામલે આક્રમક બન્યા છે.

BKC Police Arrest Absconding Accused Since 2005 મુંબઈની બીકેસી પોલીસની મોટી સફળતા, ૨૦૦૫થી ફરાર આરોપી ૨૧ વર્ષ બાદ ચકાલામાંથી ઝડપાયો
Jogeshwari Police જોગેશ્વરી પોલીસની પ્રશંસનીય કામગીરી, ૨૮ વર્ષથી ફરાર આરોપીને ડોમ્બિવલીમાંથી ઝડપી પાડ્યો
MIDC Police Electric Scooter Theft મુંબઈ પોલીસની મોટી કામગીરી MIDC પોલીસે ઇલેક્ટ્રિક સ્કૂટર ચોરતી ગેંગનો પર્દાફાશ કરી ₹૬.૧૮ લાખના ૧૧ વાહનો જપ્ત કર્યા
DBMarg Police Laptop Recovery Taxi મુંબઈમાં નાગરિકની પ્રામાણિકતા અને પોલીસની ત્વરિત કામગીરી, ટૅક્સીમાં રહી ગયેલો કિંમતી લૅપટોપ મૂળ માલિકને પરત સોંપાયો
Exit mobile version