ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
26 માર્ચ 2021
મુંબઈ શહેર એ વધતા જતા કોરોના ના ભય હેઠળ છે તે માટે મુંબઈ મહાનગરપાલિકાએ એક અસરકારક અભિયાન શરૂ કર્યું છે.જેના અંતર્ગત બોરીવલી,કાંદિવલી અને દહિસરના મોલમાં ફરજિયાત પણે ટી સી આર ટેસ્ટ કરાવી.અને એના માટે જો કોઈ વ્યક્તિ એ ના પાડી, તો તેમને મોલમાં એન્ટ્રી આપવામાં આવી નહીં.
બોરીવલી ના ઈન્દ્રપ્રસ્થ,મોક્ષ પ્લાઝા, અને મેટ્રો મોલ તેમજ દહિસરના ડી માર્ટ સાથે જ કાંદિવલીના ગૃોવેલ્સ મોલમાં આ ટેસ્ટિંગ ની પ્રક્રિયા શરૂ કરાઇ છે. ટેસ્ટિંગ થી એક મોટો ફાયદો એ થયો છે કે જે વ્યક્તિ ને કોરોના થયો છે પરંતુ તેનામાં કોરોના કોઈ લક્ષણ નથી, મતલબ કે a symptomatic દર્દીઓને પણ ભાળ મળી છે,આથી તેમને બીજા લોકોમાં આ રોગ ફેલાવતા રોકી શકાય.
ઉત્તર મુંબઈમાં મહાનગરપાલિકાનું જોરદાર અભિયાન. મોલ, ફેરીયા, અને ભીડવાળી જગ્યાએ ટેસ્ટિંગ ફરજિયાત…
સૌથી વધારે કોરોના સંક્રમિત લોકોની સંખ્યા અને વિસ્તાર
અંધેરી પશ્ચિમ 2601
બોરીવલી 1742
કાંદીવલી 1558
અંધેરી પૂર્વ 1931
મલાડ 1457
મુંબઈગરાઓ, આ આંકડાને ધ્યાનથી વાંચજો અને સમયસર ચેતી જજો.
