Site icon News Continuous Bureau | Mumbai

Bravery in Mumbai Local:પિતાના જન્મદિવસે ફરવા નીકળેલી સગીરાની લોકલમાં છેડતી: સનકી વ્યક્તિ જેલના સળિયા પાછળ ધકેલાયો, સગીરાની હિંમતને દાદ..

Bravery in Mumbai Local: ભીડનો લાભ લઈ અભદ્ર હરકતો કરનાર શખ્સને સગીરાએ ઝીંકી દીધી ઝાપટ; આરોપી વિરુદ્ધ પોક્સો (POCSO) અને BNS હેઠળ ગુનો નોંધાયો.

Bravery in Mumbai Local Minor girl thrashes molester on her father's birthday outing; Accused arrested under POCSO Act.

Bravery in Mumbai Local Minor girl thrashes molester on her father's birthday outing; Accused arrested under POCSO Act.

News Continuous Bureau | Mumbai

મુંબઈની લોકલ ટ્રેનમાં મહિલાઓની સુરક્ષા પર ફરી એકવાર સવાલ ઉઠ્યા છે. પિતાના જન્મદિવસે પરિવાર સાથે ગેટવે ઓફ ઈન્ડિયા ફરીને પરત ફરી રહેલી એક સગીરાની સીએસએમટી-કરજત લોકલમાં છેડતીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જોકે, સગીરાએ ડરવાને બદલે હિંમત બતાવી આરોપીને પાઠ ભણાવ્યો હતો અને સહ-મુસાફરોની મદદથી તેને જેલ ભેગો કર્યો છે.ડોમ્બિવલીની રહેવાસી સગીરા તેના પરિવાર સાથે રાત્રે 8:45 વાગ્યે CSMT થી કરજત જતી ફાસ્ટ લોકલમાં પરત ફરી રહી હતી. ટ્રેન જ્યારે કુર્લા સ્ટેશને પહોંચી ત્યારે એક 35 વર્ષીય વ્યક્તિ ડબ્બામાં ચઢ્યો હતો અને સગીરાની બેઠક પાસે ઉભો રહી ભીડનો લાભ લઈ શારીરિક સ્પર્શ કરવા લાગ્યો હતો. શરૂઆતમાં સગીરાએ તેને અવગણ્યો હતો પરંતુ આરોપીની હેરાનગતિ સતત વધતી ગઈ હતી.

Join Our WhatsApp Channel

ડોમ્બિવલી આવતા જ સગીરાએ બતાવી હિંમત

ટ્રેન જ્યારે ડોમ્બિવલી સ્ટેશન નજીક પહોંચી ત્યારે આરોપીએ ફરીથી છેડતીનો પ્રયાસ કર્યો હતો. આ વખતે સગીરાએ મૌન રહેવાને બદલે આરોપીને જોરદાર ઝાપટ મારી દીધી હતી અને બૂમાબૂમ કરી પિતા તેમજ અન્ય મુસાફરોને જાણ કરી હતી. ટ્રેનમાં હાજર લોકોએ તુરંત જ આરોપીને પકડી લીધો હતો અને સ્ટેશન આવતા જ તેને ડોમ્બિવલી રેલ્વે પોલીસ (GRP) ને સોંપી દીધો હતો.

આ સમાચાર પણ વાંચો : ETF New Rules: સોના-ચાંદીના ETF માં રોકાણ કરનારા સાવધાન! સેબીએ ખરીદ-વેચાણના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, જાણો નવા ‘T-1’ ફોર્મ્યુલા વિશે. 

આરોપી કુર્લાની ગારમેન્ટ ફેક્ટરીનો કર્મચારી

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે 35 વર્ષીય આરોપી કુર્લાની એક ગારમેન્ટ ફેક્ટરીમાં કામ કરે છે. ગુનાની શરૂઆત કુર્લા સ્ટેશનથી થઈ હોવાને કારણે ડોમ્બિવલી પોલીસે આ કેસ કુર્લા રેલ્વે પોલીસને ટ્રાન્સફર કર્યો છે. રેલ્વે પોલીસ દ્વારા આરોપીની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેની પૃષ્ઠભૂમિની તપાસ ચાલુ છે.

પોક્સો (POCSO) એક્ટ હેઠળ કાર્યવાહી

સગીરાની ફરિયાદના આધારે પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ POCSO એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. રેલ્વે પોલીસે મુસાફરોને અપીલ કરી છે કે આવી કોઈ પણ ઘટના બને ત્યારે તુરંત જ રેલ્વે હેલ્પલાઈન નંબર પર જાણ કરવી અથવા સગીરાની જેમ હિંમત બતાવીને આરોપીને પકડવામાં મદદ કરવી.

Manpada Police Trace Lost Mobiles માનપાડા પોલીસની સરાહનીય કામગીરી અધધ ₹4.84 લાખના 32 ગુમ થયેલા મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત સોંપ્યા
Naupada Housebreaking Case નૌપાડામાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો CCTV ફૂટેજના આધારે 2 રીઢા ચોર ઝડપાયા, અન્ય ગુનાઓનો પણ પર્દાફાશ
Knife Attack Kalina કાલિનામાં ઓનલાઇન ગેમિંગ વિવાદમાં યુવક પર છરી વડે જીવલેણ હુમલો પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીઓની કરી ધરપકડ
Hundreds Of Fish Die In Banganga Tank પિતૃપક્ષ દરમિયાન બાણગંગા તળાવમાં સેંકડો માછલીઓના મોત પાલિકાની તાકીદની બેઠક…
Exit mobile version