ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૨ એપ્રિલ 2021
ગુરૂવાર
બોરીવલીના ભગવતી હોસ્પિટલ માં શિવસેનાની નગરસેવિકા અને મુંબઈ મહાનગરપાલિકાની શિક્ષણ વિભાગના અધ્યક્ષ સંધ્યા વિપુલ દોષી તેમજ ડોક્ટરો વચ્ચે ઝઘડો થયો. વાત એમ બની કે સંધ્યા દોશી એ હોસ્પિટલમાં એક પેશન્ટ ને ભરતી કરવા માટે દબાણ કર્યું. આ સમયે ડોક્ટરો અને સંધ્યા દોશી વચ્ચે ચડભડ થઇ હતી. તે સમયે સંધ્યા દોશીએ ડોક્ટરોને દમદાટી આપી. આ દમદાટી નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. ત્યારબાદ ડોક્ટરોએ કામ બંધ કરવાની ચીમકી આપી હતી. જોકે કોરોના ના સમયમાં નાજુક પરિસ્થિતિને ધ્યાનમાં લેતા મામલો થાળે પાડવામાં આવ્યો હતો.
સંધ્યા દોશી એ કાંદિવલીના ચારકોપ વિસ્તારની નગરસેવિકા છે. તે શિવસેના પાર્ટી નગરસેવિકા છે અને હાલમાં જ શિક્ષણ સમિતિના અધ્યક્ષ પદે ચૂંટાઈ આવી છે.
ઇન્દ્રાણી મુખરજીને કોરોના થયો. હોસ્પિટલમાં ભર્તી.
બોરીવલી ની ભગવતી હોસ્પિટલ માં પંગો : શિવસેનાની ગુજરાતી નગરસેવિકા ની દમદાટી બાદ ડોક્ટરોનો ભારે વિરોધ… જુઓ વિડિયો.#Mumbai #boriwali #bhagwatihospital pic.twitter.com/tpBsNZaRlj
— news continuous (@NewsContinuous) April 22, 2021
