Site icon News Continuous Bureau | Mumbai

Brutal Fight in Mumbai Local: કફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરવી પડી ભારે! ચઢવા જેવી સામાન્ય બાબતે મહિલાએ ગુમાવ્યું ભાન; બીજી મુસાફર સાથે કરી એવી હરકત કે જાણીને ધ્રુજી જશો.

Brutal Fight in Mumbai Local: "જગ્યા નથી, અંદર ન આવો" કહીને મહિલાએ પહેલા માર્યું બચકું અને પછી આંગળી મરોડી નાખી; અંધેરીની ખાનગી કંપનીમાં કામ કરતી પીડિતાએ નોંધાવી ફરિયાદ.

Brutal Fight in Mumbai Local Woman bites and twists finger of fellow passenger in First Class at Kalyan Station; Police search for accused.

Brutal Fight in Mumbai Local Woman bites and twists finger of fellow passenger in First Class at Kalyan Station; Police search for accused.

News Continuous Bureau | Mumbai

મુંબઈ લોકલના ફર્સ્ટ ક્લાસ ડબ્બામાં મુસાફરી કરવી પણ હવે સુરક્ષિત રહી નથી. કલ્યાણ પૂર્વમાં રહેતા ૩૨ વર્ષીય મહિલા અંધેરીની એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. જ્યારે તેઓ કલ્યાણ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૬ પરથી મુંબઈ તરફ જતી ફાસ્ટ લોકલમાં ચઢી રહ્યા હતા, ત્યારે આ આઘાતજનક ઘટના બની હતી.જ્યારે પીડિત મહિલા ડબ્બામાં પ્રવેશી રહ્યા હતા, ત્યારે અંદર ઉભેલી એક અજાણી મહિલાએ તેમને અટકાવ્યા અને કહ્યું કે અંદર જગ્યા નથી. વિવાદ વધતા તે મહિલાએ પીડિતા ને બહાર ધકેલવાનો પ્રયાસ કર્યો અને ગુસ્સામાં આવીને પીડિતા ના હાથ પર જોરથી બચકું ભરી લીધું. આટલેથી ન અટકતા, તેણે પીડિતાની આંગળી પકડીને જોરથી મરોડી નાખી હતી.

Join Our WhatsApp Channel

દુખાવો સહન કરીને પણ નોકરી પર ગયા

આ અચાનક થયેલા હુમલાથી પીડિતા ને અસહ્ય પીડા થઈ હતી, પરંતુ ઓફિસ પહોંચવાના દબાણને કારણે તેમણે તે જ હાલતમાં મુસાફરી ચાલુ રાખી. સાંજે ઘરે પરત ફર્યા બાદ દુખાવો વધતા તેઓ ડોક્ટર પાસે ગયા, જ્યાં ખબર પડી કે તેમની આંગળીમાં ગંભીર ઈજા થઈ છે અને હાથ પર બચકાના નિશાન પણ છે. ત્યારબાદ તેમણે કલ્યાણ રેલ્વે પોલીસ (GRP) સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ સમાચાર પણ વાંચો : AI Impact Summit Delhi: ગુગલના CEO સુંદર પિચાઈ અને ફિનલેન્ડના પીએમ ભારત પહોંચ્યા, જાણો એઆઈ સમિટની તમામ મોટી અપડેટ્સ.

સીસીટીવી ફૂટેજ દ્વારા શોધખોળ શરૂ

રેલ્વે પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. કલ્યાણ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૬ પરના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે જેથી આરોપી મહિલાની ઓળખ થઈ શકે. પોલીસ એ પણ તપાસી રહી છે કે તે મહિલા કયા સ્ટેશને ઉતરી હતી. મુંબઈ લોકલમાં મહિલાઓ વચ્ચેના આવા હિંસક વિવાદોએ હવે સુરક્ષા પર સવાલો ઉભા કર્યા છે.

 

Shivaji Nagar Police શિવાજીનગર પોલીસની મોટી સફળતા હત્યાના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી આજીવન કેદની સજા
Shaan Bandra Apartment સિંગર શાન અને પત્ની બન્યા કરોડોની પ્રોપર્ટીના માલિક બાંદ્રામાં ખરીદ્યું અધધ ૪૮ કરોડનું લક્ઝુરિયસ ઘર.
Marathi Language Compliance મરાઠી ફરજિયાત ઓટોટેક્સી ચાલકો પર ટ્રાફિક અને આરટીઓ વિભાગનો મોટો સપાટો, હજારો ડ્રાઇવરોને ફટકારાઈ નોટિસ.
Kandivali Heroin Seizure કાંદિવલી પોલીસની મોટી સફળતા ૩.૨૫ કરોડનું હેરોઈન ઝડપાયું, ડ્રગ્સ દાણચોરી કરતા બે શખ્સો સળિયા પાછળ.
Exit mobile version