ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 14 ડિસેમ્બર 2021
મંગળવાર.
મુંબઈના અંધેરી વિસ્તારમાં એક મોટો અકસ્માત થયો છે
પ્રાપ્ત જાણકારી મુજબ મુંબઈના અંધેરી વિસ્તારમાં સોમવારે સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી બિલ્ડિંગમાં લિફ્ટ તૂટી પડતાં પાંચ લોકો ઘાયલ થયા છે.
પાંચેયને નજીકના આદિત્ય નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું કહેવાય છે.
ઘટનાની જાણ થતા મુંબઈ ફાયર બ્રિગેડ, પોલીસ, 108 એમ્બ્યુલન્સ અને વોર્ડના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
આ અકસ્માત મુંબઈના અંધેરી ઈસ્ટમાં આઝાદ રોડ પર ગુંદવાલી બસ સ્ટોપની સામે દર્શન સોસાયટીમાં થયો હતો. તે SRA પ્રોજેક્ટ હેઠળ બાંધવામાં આવેલી 16 માળની ઇમારત છે.