Site icon

PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટનો રસ્તો સાફ, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર બોમ્બે હાઈકોર્ટના આ ચુકાદાને મળી સુપ્રીમ મંજૂરી

વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો માર્ગ આખરે મોકળો થઈ ગયો છે. મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદન અંગેના બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટે યથાવત રાખ્યો છે

Bullet Train Project: Supreme court refuses to hear firm's request

PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટનો રસ્તો સાફ, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર બોમ્બે હાઈકોર્ટના આ ચુકાદાને મળી સુપ્રીમ મંજૂરી

News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો માર્ગ આખરે મોકળો થઈ ગયો છે. મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદન અંગેના બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટે યથાવત રાખ્યો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચે અરજીકર્તા ગોદરેજ એન્ડ બોઈસને કહ્યું કે આ રાષ્ટ્રીય હિતનો મામલો છે અને તમે એક જવાબદાર કંપનીની જેમ વર્તે છો.

Join Our WhatsApp Community

દેશને ડ્રીમ પ્રોજેક્ટની જરૂર છે

હકીકતમાં, પ્રોજેક્ટ માટે જમીન સંપાદનના કિસ્સામાં, ગોદરેજ એન્ડ બોયસે વળતરના ઓછા દર અને ચૂકવવામાં આવેલી રકમ અંગે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે અરજીને ફગાવી દેતા કહ્યું હતું કે આ રાષ્ટ્રીય મહત્વ અને જાહેર હિતનો ડ્રીમ પ્રોજેક્ટ છે અને દેશને તેની જરૂર છે. આમાં કોઈ હસ્તક્ષેપની જરૂર નથી. બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને ગોદરેજ એન્ડ બોયસ કંપનીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  રાષ્ટ્રપતિ ભવન ખાતે જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝની પીએમ મોદી સાથે મુલાકાત, રશિયા-યૂક્રેન યુદ્ધ પર થશે ચર્ચા

મહત્વનું છે કે ગોદરેજ કંપનીએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સંપાદિત કરવામાં આવેલી 10 હેક્ટર જમીન માટે રૂ. 264 કરોડનું વળતર નક્કી કરવાના રાજ્ય સરકારના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. કંપનીએ વાંધો ઉઠાવ્યો હતો કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કારણે થયેલા સામાજિક ફેરફારોનો નિષ્ણાતો દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો નથી. જો કે, રાજ્ય સરકારે આરોપ લગાવ્યો હતો કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની જમીન સંપાદન પ્રક્રિયામાં ગોદરેજ અને બોઈસ કંપનીના વિરોધ અને તેમણે સંપાદન પ્રક્રિયામાં ઊભા કરેલા બિનજરૂરી અવરોધોને કારણે પ્રોજેક્ટ અટકી ગયો હતો.

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Donald Trump Tariffs: મોંઘવારીથી મુક્તિ! ટ્રમ્પે ઘણી વસ્તુઓ પર ટેરિફ ઘટાડ્યા, હવે સસ્તી થઈ જશે આ ઘરવખરીની વસ્તુઓ
Terrible Blast at Srinagar: શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં ભીષણ બ્લાસ્ટ, 9ના મોત અને આટલા લોકો થયા ઘાયલ, 300 ફૂટ દૂર મળ્યા માનવ અંગ
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Exit mobile version