Site icon

Maharashtra Bus: ફૂટબોલ ટુર્નામેન્ટ માટે 26 વિદ્યાર્થીઓને લઈ જતો બસ ડ્રાઈવર દારૂના નશામાં ધુત, ટ્રાફિક પોલીસની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટળી

Maharashtra Bus: મહારાષ્ટ્રની ચોંકાવનારી ઘટના...ફૂટબોલ ટુર્નામેન્ટ માટે 26 વિદ્યાર્થીઓને લઈ જતો બસ ડ્રાઈવર દારૂના નશામાં ધુત; આ રીતે મોટી દુર્ઘટના ટળી

Bus driver carrying 26 students for football tournament was drunk, traffic police alertness averted major accident

Bus driver carrying 26 students for football tournament was drunk, traffic police alertness averted major accident

News Continuous Bureau | Mumbai

Maharashtra Bus: મહારાષ્ટ્રની ચોંકાવનારી ઘટના…ફૂટબોલ ટુર્નામેન્ટ માટે 26 વિદ્યાર્થીઓને લઈ જતો બસ ડ્રાઈવર દારૂના નશામાં ધુત; આ રીતે મોટી દુર્ઘટના ટળી
કલ્યાણઃ મહારાષ્ટ્રના ઉલ્હાસનગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં વિદ્યાર્થીઓને વિરાર લઈ જતી બસનો ડ્રાઈવર નશામાં હતો પરંતુ ટ્રાફિક પોલીસની સતર્કતાને કારણે મોટો અકસ્માત થતા રહી ગયો હતો અને 26 વિદ્યાર્થીઓના જીવ બચી ગયા હતા.
કુર્લામાં ભયાનક બસ અકસ્માતની તાજેતરની ઘટના બાદ, ટ્રાફિક પોલીસની સતર્કતાને કારણે ઉલ્હાસનગરથી વિરાર જઈ રહેલી ખાનગી બસમાં મુસાફરી કરી રહેલા 26 વિદ્યાર્થીઓના જીવ બચી ગયા. પોલીસે સમયસર દરમિયાનગીરી કરતા મોટી દુર્ઘટના ટળી હોવાનું જાણવા મળેલ છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો  : Agriculture News: ખેડુતોએ ચણાના પાકમાં લીલી ઈયળના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી બાદ લેવાના પગલાં

ઉલ્હાસનગરની જગ્ગુ ફૂટબોલ એકેડમીના 26 વિદ્યાર્થીઓ ફૂટબોલ ટુર્નામેન્ટ માટે વિરારની ગ્લોબલ સ્કૂલ જઈ રહ્યા હતા. બસ વાલધુની બ્રિજ વટાવીને સુભાષ ચોક પર પહોંચી હતી. ફરજ પર હાજર સુરેશ પાટીલે સતર્કતા દાખવી તુરંત બસ રોકાવી અને ડ્રાઈવરની તપાસ કરી. બ્રેથલાઈઝર ટેસ્ટમાં બહાર આવ્યું કે ડ્રાઈવર નશામાં હતો. જેથી પોલીસે બસને જપ્ત કરી લીધી હતી. ડ્રાઈવર પર 10,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. આ કેસમાં ચાલકને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને દંડ ભર્યા બાદ જ બસ છોડવામાં આવશે. આમ ટ્રાફિક પોલીસની સતર્કતાના કારણે 26 વિદ્યાર્થીઓનો જીવ બચી ગયો હતો શહેરને આ ઈમાનદાર પોલીસ પર ગર્વ છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Mumbai Accident: મુંબઈમાં ગમખ્વાર અકસ્માત: BEST બસે બે યુવકોને કચડ્યા, એકનું મોત, એક ઘાયલ
Mumbai: મુંબઈમાં અનંત ચતુર્દશી પહેલા મળી મોટા આતંકી હુમલાની ધમકી, 400 કિલો RDX સાથે આટલા પાકિસ્તાની આતંકવાદીઓ શહેરમાં ઘૂસ્યા હોવાની મળી બાતમી
Panvel-Borivali-Vasai: મુંબઈ ના મુસાફરો માટે સારા સમાચાર, આ રેલ કોરિડોર ટૂંક સમયમાં શરુ થવા જઈ રહ્યો છે.
Halal Township: મુંબઈ નજીક નેરળ માં આવેલી એક હાઉસિંગ સોસાયટી ના પ્રોજેક્ટ પર વિવાદ, જાણો કેમ NHRC અને NCPCR એ માંગ્યો રિપોર્ટ
Exit mobile version