ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 જાન્યુઆરી 2022
ગુરુવાર
મહામારી કોરોના ડોકટરો, રાજકરણીઓ બાદ હવે જેલના કેદીઓને પણ પોતાની ચપેટમાં લેવાનું શરૂ કર્યું છે
પ્રાપ્ત જાણકારી મુજબ મુંબઈની ભાયખલા જેલમાં 111 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.
આ સંક્રમિત દર્દીઓમાં 109 કેદી અને 2 જેલના સ્ટાફ મેમ્બર છે.
આ દરમિયાન એક દર્દીએ જીવ પણ ગુમાવ્યો છે. જો કે, જેલમાં કેદીઓનું કોરોના સંક્રમિત થવું એ નવી વાત નથી.
કોરોના ની પ્રથમ અને બીજી લહેર દરમિયાન પણ મોટી સંખ્યામાં કેદીઓ અને અન્ય જેલના કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં હતા.
