Site icon

મુંબઈમાં હાઈવે પર મધરાતે કારમાં લાગી આગ- પોતાનો કાફલો રોકી મુખ્ય પ્રધાન શિંદે દોડ્યા મદ-જુઓ વિડિયો

News Continuous Bureau | Mumbai

મુંબઈના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે(Western Express Highway) પર સોમવાર મોડી રાતના એક લક્ઝરી કારમાં(luxury car) આગ ફાટી નીકળી હતી. બરોબર એ સમયે જ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન(Chief Minister of Maharashtra) એકનાથ શિંદેનો(Eknath Shinde) કાફલો ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. કારમાં લાગેલી આગને જોઈને મુખ્ય પ્રધાને પોતાનો કાફલો રોકીને તુરંત કારમાં સવારને મદદ કરવા માટે દોડી ગયા હતા.

Join Our WhatsApp Community

ફાયરબ્રિગેડના(fire brigade) અધિકારીએ જણાવ્યું કે, હાઈ-વે પર વિલે પાર્લે વિસ્તારમાં(Vile Parle area) બનેલી આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. હાઈવે પર રાતના લગભગ 12.25 વાગ્યે આગનો કોલ મળ્યો હતો. તેથી તુરંત બે ફાયર એન્જિન(Fire engine) ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  લ્યો કરો વાત- ભાઈએ જ કરી બહેન સાથે છેતરપિંડી- રક્ષાબંધનની ગિફ્ટના નામે દહિસરની યુવતીને લગાવ્યો લાખો રૂપિયાનો ચૂનો

આ દરમ્યાન મુખ્ય પ્રધાન શિંદે, જેમનો કાફલો સામેના રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. તેઓએ કારમાં આગ લાગેલી જોઈને તુરંત તેમાં સવાર પેસેન્જરને મદદ કરવા માટે દોડી ગયા હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સીએમ શિંદે કાર ડ્રાઈવર સાથે વાત કરતા જોવા મળ્યા હતા.

વાતચીત દરમિયાન, મુખ્ય પ્રધાને ડ્રાઇવરનું નામ પૂછ્યું, જેણે પોતાની ઓળખ વિક્રાંત શિંદે(Vikrant Shinde) તરીકે આપી. શિંદેએ તેને આગથી અસરગ્રસ્ત કારની નજીક ન જવાની સલાહ કહ્યું કે કાર કરતાં જીવન મહત્ત્વનું છે. આપણે નવી કાર મેળવી શકીએ છીએ, પરંતુ જીવન વધુ મહત્વનું છે. અને જતા પહેલા મદદની ખાતરી આપી હોવાનું કહેવાય છે.
 

Elphinstone Flyover: એલ્ફિન્સ્ટન ફ્લાયઓવર આજે રાત્રે ૧૨ વાગ્યાથી બંધ, જાણો કયા સમયે કયા રસ્તાનો ઉપયોગ કરશો
Girgaum: ગિરગામ માં ફિલ્મી સ્ટાઈલમાં અપહરણ અને લૂંટ, અંગડિયા ના કર્મચારીઓને બાંધીને કરી આટલા કરોડ ની ચોરી
Mumbai: મોટા સમાચાર, મુંબઈની ઓસી વગરની સેંકડો સોસાયટીઓને મોટો ફાયદો! પહેલા છ મહિનામાં અરજી કરશો તો ‘નો પેનલ્ટી’
Maharashtra Government: મહારાષ્ટ્ર સરકારની અષ્ટવિનાયક યોજનાથી શ્રદ્ધા, પર્યટન અને અર્થતંત્રને વેગ મળશે.
Exit mobile version