Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પાસેથી દંડ વસૂલવા માટે ચાલતી કારના બૉનેટ પર ચડી ગયો BMC માર્શલ, જુઓ વીડિયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 04 સપ્ટેમ્બર, 2021 
શનિવાર
હાલ સોશિયલ મીડિયા પર એક હૃદયદ્રાવક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં મુંબઈ મહાનગરપાલિકા (BMC)નો એક ક્લીનઅપ માર્શલ ચાલતી પ્રાઇવેટ ટૅક્સીના બૉનેટ પર ટીંગાયેલો દેખાય છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો મુંબઈના સાંતાક્રુઝ વિસ્તારનો છે.

સુપ્રીમ કોર્ટે તપાસ એજન્સી CBIની કાઢી ઝાટકણી, પેન્ડીંગ કેસ અને ચુકાદા થયેલા કેસનું માગ્યું લિસ્ટ; જાણો વિગતે

Join Our WhatsApp Channel

હકીકતમાં બન્યું એવું કે સાંતાકુઝમાં એક પ્રાઇવેટ કારમાં બેઠેલી મહિલાએ માસ્ક નહોતો પહેર્યો એટલે  BMCના માર્શલે તેને રોકીને 200 રૂપિયાનો દંડ ભરવાનું કહ્યું. મહિલા દંડ ભરવા તૈયાર થઈ ગઈ, પણ કારના ડ્રાઇવરે ગાડી ચલાવાની શરૂ કરી દીધી. માર્શલે ગાડી રોકવાની કોશિશ કરી, પણ એ આગળ વધતી જ રહી એટલે એ દોડીને એના બોનેટ પર ટીંગાઈ ગયો. છતાં ડ્રાઇવરે ગાડી રોકી નહીં એટલે આખરે માર્શલે બૉનેટ પરથી હટી જવું પડ્યું હતું. આ ઘટનામાં માર્શલને કોઈ ઈજા થઈ ન હતી, પરંતુ કૅબ ડ્રાઇવરના વર્તનથી તેઓ ચોંકી ગયા હતા.  જુઓ વીડિયો

 

Mumbai MD Drugs Case ₹૪૩ લાખના એમડી ડ્રગ્સ સાથે પકડાયેલા બે તસ્કરોને ૧૦ વર્ષની સખત કેદ, વિશેષ સેશન્સ કોર્ટે ફટકાર્યો લાખોનો દંડ
Fake MPCB Officer Arrested MPCBના નકલી અધિકારી બની ઉદ્યોગપતિ પાસેથી ખંડણી વસૂલનાર ગઠિયો ઝડપાયો, વનરાઈ પોલીસે છટકું ગોઠવી દબોચ્યો
Bhandup Security Guard Death શું કાવતરું રચીને લિફ્ટ ડક્ટમાં ફેંકી દીધો હતો? ગાર્ડના મોતના મામલે મેનેજર સહિત સાથી ગાર્ડ સકંજામાં
Mumbai WhatsApp Impersonation Fraud ગોરેગાંવમાં ખાનગી પેઢીના માલિકના નામે નકલી વોટ્સએપ પ્રોફાઇલ બનાવી અધધ ₹૩૦ લાખની સાયબર ઠગાઈ, વધુ ૧ કરોડ માંગતા ભાંડો ફૂટ્યો
Exit mobile version