Site icon

મુંબઈના બેલાર્ડપીયરમાં બોટ ડુબી ગઈ, લોકોને બચાવી લેવાયા, જુઓ લાઈવ વિડિયો…

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

એક કાર્ગો બોટ(Cargo Boat) દક્ષિણ મુંબઈમાં(South Bombay) બેલાર્ડ પિયરથી(Ballard Pierre) અરબી સમુદ્રમાં(Arabian Sea) ડૂબી ગઈ હતી અને તે ડૂબવા લાગી ત્યારે તેમાં સવાર ત્રણ ખલાસીઓને તરત જ બચાવી લેવાયા હતા. આ ઘટના શનિવારે સવારે બની હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા (Social media)પર વાયરલ થયો છે.

મુંબઈ પોર્ટ ટ્રસ્ટ (MbPT) ખાતે કાર્ગો બોટમાં સામાન લોડ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ, બોટ નજીકના બેલાર્ડ પિયર પર ગઈ હતી અને સ્ટોકને અનલોડ(Stock Unload) કરીને ત્યાં એક મોટા જહાજમાં ભરવામાં આવ્યો હતો. જેમ જેમ અનલોડિંગની પ્રક્રિયા પૂરી થઈ હતી, કાર્ગો બોટમાં પાણી પ્રવેશવાનું શરૂ કર્યું અને બોટમાં સવાર ત્રણ વ્યક્તિઓ ડરના માર્યા દરિયામાં કૂદી પડ્યા હતા હોવાનું પોલીસ અધિકારીએ કહ્યું હતું. જોકે, નજીકની અન્ય બોટના સ્ટાફે(Boat staff) ત્રણેયને બચાવી લીધા હતા.

આ સમાચાર પણ વાંચો : પોલીસ પર હાથ ઉઠાવવો ભારે પડ્યો, 11 વર્ષ બાદ કોર્ટે ફટકારી આટલા વર્ષની જેલની સજા…જાણો વિગતે.

 કાર્ગો બોટ પાછળથી જોકે ડૂબી ગઈ હોવાનું પોલીસ અધિકારીએ(Police men) જણાવ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ બોટના એન્જિનમાં(Engine Boat) ટેકનિકલ ખામી(technical problems) સર્જાવાને કારણે આ ઘટના બની હતી. કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી પરંતુ આ દુર્ઘટનાની તપાસ ચાલી રહી હોવાનું  પોલીસે કહ્યું હતું.
 

Lalbaug Jain Temple Theft:લાલબાગના જૈન મંદિરમાં કરોડોની ઘરફોડ ચોરી: ભગવાનના ₹1.75 કરોડના સોના-હીરાના આભૂષણોની ઉઠાંતરી, તસ્કર CCTVમાં કેદ
Mumbai Hotel Death Case: મુંબઈની ટ્રાઈડેન્ટ હોટલમાં બ્રિટિશ નાગરિકનો મૃતદેહ મળતા ખળભળાટ: નરીમાન પોઈન્ટ વિસ્તારમાં સનસનાટી, પોલીસે તપાસ તેજ કરી
Mumbai Cyber Fraud:મુંબઈ પોલીસનો સપાટો: પેટ્રોલ પંપ દ્વારા સાયબર ફ્રોડના પૈસા ‘વ્હાઈટ’ કરવાનું કૌભાંડ ઝડપાયું, હાઈટેક રેકેટનો પર્દાફાશ
Mumbai Jeweller Fraud Case:મુંબઈના ઝવેરી સાથે ₹1.47 કરોડની ઠગાઈ: વિશ્વાસુ એજન્ટે સોના-હીરાના ઘરેણાં પચાવી પાડ્યા, બેંગલુરુના શખ્સ સામે ગુનો દાખલ
Exit mobile version