ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 23 ડિસેમ્બર 2021
ગુરુવાર.
મુંબઈમાં ઓમીક્રોનના જોખમ વચ્ચે થોડા દિવસથી કોરોનાના કેસ પણ વધી રહ્યા હોવાનું જણાયું છે. પાલિકાએ કોરોનાની ટેસ્ટિંગ પણ વધારી નાખી છે, તેમાં ફરી એક વખત કોરોનાના ઝૂંપડપટ્ટી કરતા હાઈ રાઈઝ ઈમારતમાં કેસ વધુ નોંધાઈ રહ્યા હોવાનું પાલિકાના ડેટા પરથી જણાઈ આવ્યું છે. કોરોનાના હાલ નોંધાઈ રહેલા મોટાભાગના કેસ ઊંચી ઈમારતોમાં આવી રહ્યા છે.
કોરોનાની પહેલી લહેર દરમિયાન ઝૂંપડપટ્ટીમાં કોરોનાના કેસનું પ્રમાણ વધુ રહ્યું હતું. તો બીજી લહેર દરમિયાન ઝૂંપડપટ્ટીને બદલે હાઈ રાઈઝ બિલ્ડીંગમાં કેસમાં વધારો થયો હતો. થોડા દિવસથી કોરોનાના કેસમાં વધારો થયો છે સરેરાશ 250થી 300ની આસપાસ કેસ નોંધાઈ રહ્યા છે. 15 થી 20 ડિસેમ્બર દરમિયાન 1,962 કેસ નોંધાયા હતા.
ઉચ્ચભ્રૂ વિસ્તાર ગણાતા ડી વોર્ડમાં આવતા મલબાર હિલ, કેમ્પસ કોર્નર, એ વોર્ડમાં આવતા ફોર્ટ, નરીમન પોઈન્ટ, જી-દક્ષિણ વોર્ડના પરેલ, વરલી, એચ-વેસ્ટના બાંદરા અને ખાર(વેસ્ટ), અને કે-વેસ્ટ વોર્ડના અંધેરી(વેસ્ટ)માં કેસનું પ્રમાણ વધારે રહ્યું છે. આ પાંચ વોર્ડમાં 15થી 20 ડિસેમ્બર દરમિયાન મોટા પ્રમાણમાં કેસ વધી ગયા હોવાનું પાલિકાના ડેટા પરથી જણાઈ આવ્યું છે.
શું તમારી પાસે પાળેલો કુતરો છે? જલદી લાઈસન્સ મેળવી લ્યો. કારણકે મુંબઈ મહાનગરપાલીકા ડોર ટૂ ડોર સર્વે કરવાની છે. જાણો વિગતે…
પાલિકાના અધિકારીના કહેવા મુજબ મોટાભાગના આ વોર્ડમાં જે કેસ નોંધાયા છે, તે હાઈરાઈસ બિલ્ડિંગમાં નોંધાયા છે. જેમાં પાંચેય વોર્ડમાં રોજ નવા કેસ ડબલ ફીગરમાં નોંધાઈ રહ્યા છે.
