Site icon

સાવધાન! આગામી 10 દિવસ મહારાષ્ટ્ર માટે બહુ મહત્ત્વના; મહારાષ્ટ્રમાં મ્યુકરમાયકોસિસનો કહેર ઇન્જેક્શનની અછત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 20 મે 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

એક તરફ  મહારાષ્ટ્રમાં કોરોના ધીમે ગતિએ નિયંત્રણમાં આવી રહ્યો હોવાનો સરકાર દાવો કરી રહી છે, પણ બીજી તરફ જીવલેણ મ્યુકરમાયકોસિસના કેસમાં ઝડપી વધારો થઈ રહ્યો હોવાનું જણાઈ રહ્યું છે.

હાલ મહારાષ્ટ્રમાં 850 ઍક્ટિવ કેસ છે. આ રોગ પોતાનું વધુ આક્રમક રૂપ બતાવે એ પહેલાં એને રોકવો ખૂબ આવશ્યક છે. એ માટે આવશ્યક ગણાતા મ્યુકરમાયસોસિસ માટેનાં બે લાખ ઇન્જેક્શન મહારાષ્ટ્ર સરકાર ખરીદવાની છે. જોકે ઇન્જેક્શન 31 મે પછી ઉપલબ્ધ થવાની શક્યતા છે. આ ઇન્જેક્શન મોડાં મળવાનાં હોવાથી રાજ્યના આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ આગામી દસ દિવસ મહારાષ્ટ્ર માટે બહુ મહત્ત્વના ગણાવ્યા છે અને નાગરિકોને એલર્ટ રહેવાની ચેતવણી આપી છે.

અહીં ઉલ્લેખનીય છે કે મ્યુકરમાયકોસિસના ઇન્જેક્શન મહારાષ્ટ્રમાં જ બનાવવા પર સરકાર ફોકસ કરી રહી છે. એ માટે આવશ્યક કાચા માલનો પુરવઠો પૂરો પાડવાની ખાનગી કંપનીએ તૈયારી બતાવી છે. આગામી દસ દિવસ બહુ મહત્ત્વના હોવાથી ઇન્જેક્શન અને આવશ્યક દવાનો પુરવઠો સમયસર મળી રહે એ માટે  કેન્દ્ર સરકારે પણ ઇન્જેક્શન માટે મદદ કરવી જોઈએ એવું આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું.

BMC Election: મુંબઈનું ડિજિટલ રાજકીય યુદ્ધ: ભાજપ ‘માર્વેલ-સ્ટાઇલ’ અભિયાન સાથે મોખરે, વિપક્ષ પાછળ છૂટ્યો
Devendra Fadnavis Mumbai master plan: મુંબઈની કાયાપલટ: દેવેન્દ્ર ફડણવીસનો ‘માસ્ટર પ્લાન’ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો યુગ
Mumbai Mega Block: મુંબઈગરાઓ ધ્યાન આપો! રવિવારે મધ્ય અને ટ્રાન્સ-હારબર રેલ્વે પર મેગા બ્લોક; લોકલ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર, જાણો વિગતો
Mumbai: ગોરેગાંવમાં વહેલી સવારે માતમ: ભીષણ આગમાં આખો પરિવાર હોમાયો, ધુમાડાના ગોટેગોટામાં ગૂંગળાઈ જવાથી ત્રણના મોત
Exit mobile version