Site icon News Continuous Bureau | Mumbai

CBD Belapur Tree Poisoning સીબીડી બેલાપુરમાં ૨૦ ઘટાદાર ઝાડને ધીમું ઝેર અપાયું, પર્યાવરણ સંસ્થાઓએ મ્યુનિસિપલ કમિશનરને આપ્યું અલ્ટીમેટમ

CBD Belapur Tree Poisoning હોર્ડિંગ્સની સ્પષ્ટ વિઝિબિલિટી અને કોમર્શિયલ સ્વાર્થ ખાતર કેમિકલ રેડ્યાની આશંકા; વનસ્પતિ સંરક્ષણ કાયદા હેઠળ કડક કાર્યવાહીની માંગ

CBD Belapur Tree Poisoning   સીબીડી બેલાપુરમાં ૨૦ ઘટાદાર ઝાડને ધીમું ઝેર અપાયું, પર્યાવરણ સંસ્થાઓએ મ્યુનિસિપલ કમિશનરને આપ્યું અલ્ટીમેટમ

CBD Belapur Tree Poisoning સીબીડી બેલાપુરમાં ૨૦ ઘટાદાર ઝાડને ધીમું ઝેર અપાયું, પર્યાવરણ સંસ્થાઓએ મ્યુનિસિપલ કમિશનરને આપ્યું અલ્ટીમેટમ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

CBD Belapur Tree Poisoning નવી મુંબઈના મુખ્ય બિઝનેસ અને રહેણાંક મથક ગણાતા સીબીડી બેલાપુર (CBD Belapur) વિસ્તારમાંથી પર્યાવરણને મોટો ફટકો પહોંચાડતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. સ્થાનિક મુખ્ય માર્ગો અને પરિસરોમાં આવેલા ૨૦થી વધુ વર્ષો જૂના ઘટાદાર વૃક્ષોને અજાણ્યા તત્વો દ્વારા થડમાં કાણાં પાડી કેમિકલ અથવા ઝેરી પ્રવાહી રેડીને સૂકવી દેવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ પર્યાવરણ કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો છે. લીલાછમ વૃક્ષો અચાનક સુકાઈને મૂરઝાઈ જતાં સ્થાનિક નાગરિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે અને તેમણે નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (NMMC) ના ગાર્ડન વિભાગ તેમજ વહીવટી તંત્ર સમક્ષ તાત્કાલિક સ્થળ તપાસ કરીને કસૂરવારો સામે કડક ફોજદારી પગલાં ભરવાની માંગ કરી છે.

CBD Belapur Tree Poisoning – થડમાં ડ્રિલિંગ કરી ઝેરી કેમિકલ નાખ્યાની શંકા

સ્થાનિક પર્યાવરણવાદીઓ અને સોસાયટીના રહીશોના ધ્યાને આવ્યું કે છેલ્લા થોડા દિવસોમાં બેલાપુરના મુખ્ય રસ્તાઓ પર લાગેલા ઘટાટોપ વૃક્ષોના પાંદડા અચાનક પીળા પડીને ખરી રહ્યા હતા. નજીકથી નિરીક્ષણ કરતાં જણાયું કે વૃક્ષોના થડના મૂળિયાં પાસે શંકાસ્પદ ડ્રિલિંગ હોલ્સ (કાણાં) પાડીને તેમાં એસિડ અથવા ઘાતક રસાયણ રેડવામાં આવ્યું છે. આ ઘાતક પદ્ધતિને કારણે વૃક્ષો અંદરથી ધીમે ધીમે સુકાઈને મૃત્યુ પામે છે, જેથી પાછળથી તેને આપોઆપ સુકાઈ ગયેલા જાહેર કરીને કાયદેસર તોડી શકાય.

CBD Belapur Tree Poisoning – હોર્ડિંગ્સ અને જાહેરાતોની વિઝિબિલિટી વધારવાનો સ્વાર્થ

પર્યાવરણ કાર્યકરોનો સીધો આક્ષેપ છે કે મોટા બિઝનેસ કોમ્પ્લેક્સ અને રોડ સાઇડ પર લગાવવામાં આવતા વિશાળ જાહેરાત હોર્ડિંગ્સ (Advertising Billboards) ની વિઝિબિલિટી ક્લિયર કરવા માટે આ કરતૂત આચરવામાં આવી છે. ઘટાદાર વૃક્ષોની ડાળીઓ હોર્ડિંગ્સ કે શોરૂમના બોર્ડને ઢાંકી દેતી હોવાથી કેટલાક લેભાગુ તત્વો અને એજન્સીઓ પાલિકાની પરવાનગી વગર વૃક્ષોને ઝેર આપીને ખતમ કરી નાખે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ૨૦ થી ૨૫ વર્ષોની મહેનત બાદ આ વૃક્ષો મોટા થયા હતા અને તે વિસ્તારમાં ઓક્સિજન તેમજ છાંયડો પૂરો પાડતા હતા.

CBD Belapur Tree Poisoning – NMMC ગાર્ડન વિભાગ અને પોલીસ ફરિયાદની તૈયારી

આ ગંભીર પર્યાવરણીય ગુના સામે સ્થાનિક સંગઠનોએ નવી મુંબઈ મહાનગરપાલિકાના ટ્રી ઓથોરિટી અને પાર્ક્સ વિભાગને લેખિત ફરિયાદ મોકલી છે. મહારાષ્ટ્ર શહેરી વિસ્તાર વૃક્ષ સંરક્ષણ અને સંવર્ધન અધિનિયમ, ૧૯૭૫ (Maharashtra Tree Act) હેઠળ વૃક્ષોને ઝેર આપવું કે નુકસાન પહોંચાડવું એ બિનજામીનપાત્ર ગુનો બને છે. નાગરિકોએ માગણી કરી છે કે આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજની સઘન તપાસ કરવામાં આવે, કેમિકલના નમૂના ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવે અને વૃક્ષોની હત્યા કરનારા જવાબદાર ઈસમો સામે પોલીસ ફરિયાદ (FIR) દાખલ કરવામાં આવે.

👉 આ સમાચાર વાચો:
Andheri Railway Station Home Platform અંધેરી રેલવે સ્ટેશનનું મેગા અપગ્રેડેશન ભીડથી છુટકારો મેળવવા નવું ડેડિકેટેડ હોમ પ્લેટફોર્મ મંજૂર, ઈસ્ટ કનેક્ટિવિટી વધુ સરળ બનશે

CSMT Ticket Checking Drive CSMT સ્ટેશન પર રેલવેની સ્પેશિયલ ટિકિટ ચેકિંગ ઝુંબેશ ૫૪૧ મુસાફરો પાસેથી ₹૨.૫૨ લાખથી વધુનો દંડ વસૂલાયો
Andheri Police Ganja Seizure અંધેરીમાં એમઆઈડીસી પોલીસનો સપાટો ₹૬૬.૩૬ લાખના હાઈડ્રો ગાંજા સાથે બે તસ્કરોની ધરપકડ
Juhu Female Driver Chaos જુહુમાં મહિલા કારચાલકનો ભારે આતંક અનેક વાહનોને ટક્કર મારી ભાગવાનો પ્રયાસ, રોકનાર પોલીસકર્મીઓ પર ગાડી ચડાવવાનો પ્રયાસ
Dadar Police Recover Stolen Phones દાદર પોલીસની પ્રશંસનીય કામગીરી ગુમ થયેલા ₹૩.૪૦ લાખની કિંમતના ૨૫ મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત સોંપ્યા
Exit mobile version