ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 6 એપ્રિલ 2021
મંગળવાર
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ની ટીમ આજે મુંબઇ આવી રહી છે. એક તરફ ઓર્ડર આવ્યો છે ત્યારે બીજી તરફ CBI પોતાના કામ પર લાગી ગઈ છે. કોર્ટના ઓર્ડરની કોપી હાથમાં મળ્યા વગર જ તે પોતાનું કામ આજથી શરૂ કરી રહી છે.
ત્યારે બીજી તરફ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ દિલ્હી માટે રવાના થઇ ગયા છે. તેમના સુપ્રીમ કોર્ટ પાસેથી અપેક્ષા છે કે કોઇ રાહત મળશે.
આમ અત્યાર સુધી સીબીઆઈ અને મહારાષ્ટ્રમાં એન્ટ્રી નહોતી. તેમજ મહારાષ્ટ્રના ગૃહપ્રધાન દિલ્હી નહતા જતા. ત્યારે હવે સીબીઆઈ મુંબઈમાં છે અને ભૂતપૂર્વ ગૃહપ્રધાન દિલ્હી માં.