Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈની લાફઈલાઈન ઠપ્પ સેન્ટ્રલ અને હાર્બર રેલવે સંપૂર્ણપણે બંધ જાણો વધુ વિગત …

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ,9  જૂન 2021
બુધવાર

વહેલી સવારથી પડી રહેલા મુશળધાર વરસાદમાં રેલવે પાટાઓ પર પાણી ભરાઈ ગયા છે. જેને પગલે મુંબઈની લાઈફલાઈન ગણાતી રેલવે સેવા સવારના 10.20 વાગ્યાથી ઠપ્પ થઈ ગઈ છે. સેન્ટ્રલ લાઈનમાં કુર્લા અને સાયનમાં રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે. તેને પગલે સેન્ટ્રલ લાઈનમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ(CSMT)થી થાણે સુધી રેલવે સેવા સંપૂર્ણ રીતે બંધ થઈ ગઈ છે.

Join Our WhatsApp Channel

સવારના સમયે ઓફિસ જનાર લોકોના હાલ-હવાલ થયા. જુઓ વિડિયો

તો હાર્બર લાઈનમાં ચુનાભઠ્ઠી સ્ટેશન પર  પાટામાં પાણી ભરાઈ ગયા છે. તેથી CSMTથી વાશી વચ્ચે હાર્બર લાઈન સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. પાટા પરથી પાણી ઉતર્યા બાદ રેલવે લાઈન ચાલુ કરવા બાબતે વિચાર કરશે એવી જાહેરાત રેલવે પ્રશાસને કરી હતી.

 

Kandivali High Rise Fire કાંદિવલી વેસ્ટની ‘ઓએસકે હેરિટેજ’ બિલ્ડિંગમાં આગ ફાટી નીકળી; ૧૦મા માળે ધુમાડાના ગોટા વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન
Ghatkopar Minor Attack ઘાટકોપરમાં ૧૩ વર્ષના સગીર પર જીવલેણ હુમલો ગળામાં સોય કે ઈન્જેક્શન ભોંકી દેતાં બેભાન, ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ
Dharavi Sex Trafficking Racket ધારાવીમાં સેક્સ ટ્રાફિકિંગ રેકેટનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચે 16 વર્ષની સગીરાને મુક્ત કરાવી, મહિલા સહિત બે આરોપી જેલભેગા
Juhu Woman Drug Peddler જુહુમાંથી કુખ્યાત મહિલા ડ્રગ પેડલર ઝડપાઈ નશાકારક પદાર્થોનો મોટો જથ્થો જપ્ત, સાંતાક્રુઝ પોલીસે NDPS હેઠળ ગાળિયો કસ્યો
Exit mobile version