Site icon

આમંત્રણ પત્રિકામાં નામ કેમ નથી? ચીપી એરપોર્ટ નું ઉદ્ઘાટન બાજુએ અને વિવાદ જોરદાર.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 ઑક્ટોબર, 2021 

Join Our WhatsApp Community

શનિવાર

મહારાષ્ટ્રના ચીપી ઍરપૉર્ટનું શ્રેય લેવાને મુદ્દે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે પહેલાંથી બાખડી રહ્યા છે. હવે કોંકણના સિંધુ દુર્ગ જિલ્લામાં બાંધવામાં આવેલા ચીપી ઍરપૉર્ટના ઉદ્ઘાટન માટે છાપવામાં આવેલી આમંત્રણપત્રિકામાં પોતાનું નામ ત્રીજા નંબરે છાપવામાં આવતાં નારાણય રાણે નારાજ થઈ ગયા છે. પોતે કેન્દ્રીય પ્રધાન હોવાથી હોદ્દાની દૃષ્ટિએ અને પ્રોટોકોલના હિસાબે ઉદ્ધવ ઠાકરેથી ઊંચું સ્થાન ધરાવે છે. એથી આમંત્રણપત્રિકામાં પોતાનું નામ ઉપર છાપવું જોઈતું હતું એને બદલે નીચે છાપ્યું એવી નારાજગી નારાયણ રાણેએ પત્રકાર પરિષદ લઈને વ્યક્ત કરી હતી. જાણીજોઈને પોતાનું નામ નીચે છાપીને અપમાન કરવામાં આવ્યું હોવાનો આરોપ પણ નારાયણ રાણેએ કર્યો હતો. 

આ બેસ્ટ ના બસ ડ્રાઈવરને કોણ ડ્રાઇવર તરીકે લેશે? શું તમે બેસ્ટ ની રેન્ટ-અ-ડ્રાઇવર યોજના વિશે સાંભળ્યું છે? જાણો વિગત.

અહીં ઉલ્લેખનીય છે કે ઍરપૉર્ટના ઉદ્ઘાટનમાં વિધાનસભાના વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ અને વિધાનપરિષદના વિરોધ પક્ષ નેતા પ્રવીણ દરેકરને આમંત્રણ આપવામાં આવ્યાં નથી. એની સામે ભાજપે નારાજગી વ્યક્ત કરી છે.

Mumbai Airport: ફેક આઈડી પર ‘ઓલા’ કેબ ચલાવવાનું રેકેટ ઝડપાયું; સહાર પોલીસે ડ્રાઈવરની કરી ધરપકડ.
Bandra Railway Station: SRPF જવાનની પિસ્તોલ ચોરનાર આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો.
Malad Share Broker Threatened for ₹5 Crore Ransom: મલાડ: શેર બ્રોકર પાસે ₹૫ કરોડની ખંડણીની માંગ; વિદેશથી ધમકીભર્યો કોલ આવતા ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં.
High Voltage Drama at Santacruz Police Station: સાંતાક્રુઝ: ગર્લફ્રેન્ડની ફરિયાદથી ઉશ્કેરાયેલા પ્રેમીનો પોલીસ સ્ટેશનમાં હંગામો, સરકારી પ્રિન્ટર તોડ્યું અને પોલીસ સાથે કરી ગેરવર્તણૂક.
Exit mobile version