News Continuous Bureau | Mumbai
આજે ફરી એકવાર સવાર સવારમાં પીકઅવર્સ દરમિયાન મધ્ય રેલવે પરનો ટ્રાફિક ખોરવાઈ ગયો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ દાદર રેલવે સ્ટેશન પર ટેકનિકલ ખામી સર્જાતા સીએસએમટી તરફનો ટ્રાફિક પ્રભાવિત થયો છે.
આ ટેકનિકલ ખામીને કારણે સીએસએમટી જતી લોકલ ટ્રેન મોડી દોડી રહી છે.
આ ઉપરાંત ઘણી એક્સપ્રેસ ટ્રેનોને પણ અસર થઈ છે.
હાલ રેલવે પ્રશાસન દ્વારા ટેકનિકલ ખામીને દૂર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે
આ સમાચાર પણ વાંચો: ગુજરાત બાદ હવે મુંબઈમાંથી ઝડપાયું ડ્રગ્સ -દિલ્હી પોલીસે આ પોર્ટ પરથી જપ્ત કર્યું અધધ આટલા કરોડનું હેરોઈન
