Site icon

આ રીતે ટૂટ્યો 154 વર્ષ જુનો કર્ણાક બંદર બ્રિજ અને ઇતિહાસજમા થયો, પરંતુ આ અઘરું કામ શી રીતે પાર પાડવામાં આવ્યું. – જુઓ ફોટોગ્રાફ અને વિડિયો

 News Continuous Bureau | Mumbai

મુંબઈના મસ્જિદ બંદર રેલવે સ્ટેશનને અડીને આવેલ અંગ્રેજોના જમાનાના પુલ એટલે કે  કર્ણાક બંદર બ્રિજ ને રેલવેએ ચાર ક્રેનની મદદથી સંપૂર્ણ રીતે તોડી પાડ્યો છે. આ પછી મધ્ય રેલવેની સેવા પણ શરૂ કરવામાં આવી છે. આ પુલને તોડવા માટે મધ્ય રેલવેએ શનિવારે રાત્રે 11 વાગ્યાથી 27 કલાકના મેગાબ્લોકની જાહેરાત કરી હતી, પરંતુ મધ્ય રેલવેએ 17 કલાકમાં કામ પૂર્ણ કરી દીધું.

Join Our WhatsApp Community

 

વાસ્તવમાં, મુંબઈમાં મસ્જિદ સ્ટેશન પાસેનો કર્ણાક બંદર બ્રિજ વર્ષ 1867માં બ્રિટિશ શાસન દરમિયાન બનાવવામાં આવ્યો હતો. વર્ષ 2018માં કર્ણાક પુલને જોખમી જાહેર કરવામાં આવ્યો હતો. અને પછી તેને તોડી પાડવાની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. બ્રિજને તોડવા માટે રેલવેએ શનિવારે રાત્રે 11 વાગ્યાથી મેગા બ્લોકની જાહેરાત કરી હતી. આ માટે સીએસએમટી જતી મુખ્ય, હાર્બર અને મેલ એક્સપ્રેસ ટ્રેનો અને લોકલ ટ્રેનો રદ કરવામાં આવી હતી. જેના કારણે રવિવારે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રેલવેની ટીમે નિર્ધારિત સમય કરતાં લગભગ 17 કલાક પહેલાં ચાર ક્રેનની મદદથી ડિમોલિશનની કામગીરી પૂર્ણ કરી હતી. આ પછી ઓવરહેડ વાયરને જોડવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો: પુણેમાં થયો મોટો અકસ્માત, ટ્રકની બ્રેક ફેઈલ થતાં એક બાદ એક…. 48 ગાડીઓ અથડાઈ. જુઓ વિડીયો

 મહત્વનું છે કે આ પુલને તોડવા માટે મધ્ય રેલવેએ 350 લોડ ક્ષમતાવાળી ચાર ક્રેન્સ, 50 ગેસ કટર અને 300 ગેસ સિલિન્ડરનો ઉપયોગ કર્યો હતો. આ દરમિયાન, 200 કર્મચારીઓ, OHE વિભાગના 150 કર્મચારીઓ સહિત 400 કર્મચારીઓ પુલની નીચે તૈનાત કર્યા હતા 

Mumbai Police: કરોડોની રિકવરીથી પોલીસ પરનો વિશ્વાસ દૃઢ: ચોરીનો માલ પરત મળતા લોકો ખુશ
Mira Bhayandar Municipal Corporation: હવે મીરા-ભાયંદર મહાનગરપાલિકામાં બધુંજ કામ માત્ર મરાઠીમાં
Mumbai: મુંબઈના આ વિસ્તાર માં ફાટી નીકળી ભીષણ આગ, અનેક દુકાનો બળીને ખાખ, ભયાનક વીડિયો આવ્યો સામે
Mumbai: રૂપિયા માટે ખૂની ખેલ: લારી ચાલક હત્યાના ગુનામાં તેના ત્રણ મિત્રોની મુંબઈમાં ધરપકડ
Exit mobile version