Site icon

મહિલાઓ, શિશુ સાથે ટ્રેનમાં મુસાફરી કરો છો? તો ડોન્ટ વરી, મધ્ય રેલવે આપશે ‘આ’ ખાસ સુવિધા…

ઘણી મહિલા મુસાફરો કામ માટે તેમના બાળકો સાથે મુસાફરી કરે છે. આવી તમામ મહિલા મુસાફરોને હવે આવતા વર્ષમાં રાહત મળશે. નાના બાળકો સાથે મુસાફરી કરતી માતાઓને ભીડવાળી જગ્યાઓ અથવા રેલ્વે સ્ટેશનોમાં ભારે અસુવિધાનો સામનો કરવો પડે છે.

central railway is going to set up mamta rooms for lactating mothers

મહિલાઓ, શિશુ સાથે ટ્રેનમાં મુસાફરી કરો છો? તો ડોન્ટ વરી, મધ્ય રેલવે આપશે 'આ' ખાસ સુવિધા…

News Continuous Bureau | Mumbai

ઘણી મહિલા મુસાફરો કામ માટે તેમના બાળકો સાથે મુસાફરી કરે છે. આવી તમામ મહિલા મુસાફરોને હવે આવતા વર્ષમાં રાહત મળશે. નાના બાળકો સાથે મુસાફરી કરતી માતાઓને ભીડવાળી જગ્યાઓ અથવા રેલ્વે સ્ટેશનોમાં ભારે અસુવિધાનો સામનો કરવો પડે છે. મહિલાઓને બાળકોના ડાયપર બદલવામાં પણ તકલીફ પડે છે. રેલ્વે સ્ટેશનોના ટોયલેટની હાલત હંમેશા ખરાબ રહે છે. ત્યાંની અસ્વચ્છતા અને દુર્ગંધના કારણે તે જગ્યાએ રોકાવું શક્ય નથી. આ ફરિયાદો મળ્યા બાદ મધ્ય રેલવેએ ( central railway )  મહિલા મુસાફરો ( lactating mothers ) માટે મમતા રૂમ ( mamta rooms ) ખોલવાનો નિર્ણય લીધો છે.

Join Our WhatsApp Community

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, લોકમાન્ય તિલક ટર્મિનસ, દાદર, લોનાવલા, પનવેલ, થાણે જેવા મહત્વના રેલવે સ્ટેશનોમાં કુલ 13 મમતા રૂમ બનાવવામાં આવશે. આ પ્રવૃત્તિ નોન ફેર રેવન્યુ અંતર્ગત શરૂ કરવામાં આવી છે. હાલમાં પ્રક્રિયા ચાલી રહી છે અને ફેબ્રુઆરી 2023 ના અંત સુધીમાં આ રૂમ મુસાફરો માટે ખોલવાનું આયોજન છે.

મમતા રૂમ એટલે કે સ્તનપાન ખંડ, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસની સાથે મુલુંડ, થાણે, ચેમ્બુર સ્ટેશનો પર સ્થાપિત કરવામાં આવી રહ્યો છે. ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકના સામાજિક જવાબદારી ફંડ હેઠળ CSMT સ્ટેશન પર મમતા રૂમની સ્થાપના કરવામાં આવશે. આ ચાર સ્ટેશનોમાં એક એમ કુલ ચાર મમતા રૂમ બનાવવામાં આવશે, રેલ્વે અધિકારીઓએ જણાવ્યું કે સ્તનપાન કરાવતી માતાઓ માટે ઉપયોગી આ ચાર રૂમ જાન્યુઆરી 2023ના અંત સુધીમાં ખોલવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો:   લ્યો બોલો.. ઉદ્ઘાટનના 24 કલાકમાં જ મહારાષ્ટ્રના આ હાઈવે પર થયો અકસ્માત, બે કાર વચ્ચે થઇ જોરદાર ટક્કર..

ઉલ્લેખનીય છે કે મુંબઈ એરપોર્ટ પર સ્તનપાન કરાવતી માતાઓ માટે અલગ રૂમ બનાવવામાં આવ્યો છે. એસટી સ્ટેશન અને આગરમાં સ્તનપાન કરાવતી માતાઓ માટે હિરકની રૂમ પણ બનાવવામાં આવ્યો છે. આ રૂમ વેન્ટિલેટેડ છે અને તેમાં પીવાનું સ્વચ્છ પાણી, ટેબલ અને ખુરશીઓ જેવી સુવિધા આપવામાં આવે છે.

આ સ્ટેશનો પર હશે મમતા રૂમ

સીએસએમટી

લોકમાન્ય તિલક ટર્મિનસ

થાણે

દાદર

કલ્યાણ

લોનાવલા

પનવેલ

મુલુંડ

ચેમ્બુર

આ સમાચાર પણ વાંચો:  Good Luck Sign:ઘરમાં કબૂતરનું આગમન આપે છે મહત્વનો સંકેત, જાણો તે શુભ છે કે અશુભ?

Devendra Fadnavis Mumbai master plan: મુંબઈની કાયાપલટ: દેવેન્દ્ર ફડણવીસનો ‘માસ્ટર પ્લાન’ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો યુગ
Mumbai Mega Block: મુંબઈગરાઓ ધ્યાન આપો! રવિવારે મધ્ય અને ટ્રાન્સ-હારબર રેલ્વે પર મેગા બ્લોક; લોકલ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર, જાણો વિગતો
Mumbai: ગોરેગાંવમાં વહેલી સવારે માતમ: ભીષણ આગમાં આખો પરિવાર હોમાયો, ધુમાડાના ગોટેગોટામાં ગૂંગળાઈ જવાથી ત્રણના મોત
CM Devendra Fadnavis: મુંબઈ બનશે ગ્લોબલ હબ! CM ફડણવીસે રજૂ કર્યો 16 લાખ નોકરીઓનો ‘ગોલ્ડન રોડમેપ’, જાણો સામાન્ય જનતાને શું થશે ફાયદો
Exit mobile version