News Continuous Bureau | Mumbai
આજે ફરી એકવાર સેન્ટ્રલ રેલવે(Central Railway) નો રેલ વ્યવહાર પીક અવર્સ (Peak hours) દરમિયાન ખોરવાઈ ગયો છે. જેના કારણે કામ પર જતા મુસાફરોને ઓફિસે પહોંચવામાં મોડું થઈ રહ્યું છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ(CSMT) તરફ જતો ટ્રાફિક ધીમી ગતિએ ચાલતો હોવાથી મુસાફરો(Commuters)ને હાલાકી ભોગવવી પડી રહી છે.
મીડિયામાં પ્રસારિત અહેવાલો મુજબ ઠાકુર્લી(Thakurli) અને ડોમ્બિવલી(Dombivali) સ્ટેશન વચ્ચે અકસ્માત(Accident) થયો હતો. આ અકસ્માતમાં મુસાફરનું મોત થયું છે. કહેવાય છે કે આ બોડીને પાટા પરથી હટાવવામાં થયેલા વિલંબને કારણે મધ્ય રેલવે(Central Railway)નું શિડ્યુલ (Schedual) ખોરવાઈ ગયું છે.
આ સમાચાર પણ વાંચો : વાહ ક્યા બાત હે- જયંતિલાલે તો જલસા કરાવી દીધા બોસ- દિવાળીની એવી ભેટ આપી કે સ્ટાફની આંખોમાં આવી ગયા પાણી- જાણો કેમ
છેલ્લા કેટલાક દિવસોથી મધ્ય રેલવેની ટ્રેનો મોડી દોડી રહી છે. જેના કારણે કામે જતા મુસાફરોને લેટ માર્કસનો સામનો કરવો પડી રહ્યો છે. આજે ફરી મોડું થતાં મુસાફરોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નારાજગી વ્યક્ત કરી છે.