મધ્ય રેલવેનો પ્રવાસ ફરી એકવાર અટક્યો – આ સ્ટેશન પર ટેકનિકલ ખામી સર્જાતા છેલ્લા 4 કલાકથી લોકલ રેલ વ્યવહાર ઠપ- મુસાફરોને હાલાકી 

central railway announced mega block between csmt to vidya vihar on sunday

રવિવારે ટ્રેનમાં મુસાફરી કરવાના છો? તો વાંચી લો આ સમાચાર. રેલવેએ આ લાઈન પર રાખ્યો છે મેગા બ્લોક! જુઓ શેડ્યૂલ

News Continuous Bureau | Mumbai

સેન્ટ્રલ રેલ્વે દ્વારા મુસાફરી કરતા મુસાફરો માટે એક મહત્વના સમાચાર છે. આજે ફરી એકવાર સેન્ટ્રલ લાઈન નો રેલવે વ્યવહાર ખોરવાઇ ગયો છે, સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશન પર ઓવરહેડ વાયરમાં ખામી સર્જાતા લોકલ સેવાઓ ખોરવાઈ ગઈ છે . જેના કારણે મુસાફરો હાલાકી ભોગવવી પડી રહી છે.

Join Our WhatsApp Community

પ્રાપ્ત માહિતી અનુસાર, મધ્ય રેલવે પર લોકલ ટ્રેનનો ટ્રાફિક બપોરે 12 વાગ્યાથી ખોરવાઈ ગયો છે. સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશન પર, ધીમી લાઇન પરની લોકલ સેવાઓને ઝડપી લાઇન પર ડાયવર્ટ કરવામાં આવી રહી છે, જ્યારે અન્ય લોકલને અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. જેના કારણે રેલવેનું શિડ્યુલ ખોરવાઈ ગયું છે. આ ઉપરાંત મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને પહોંચવામાં પણ વિલંબ થઈ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : આ રાજ્યમાં આવેલી એશિયાની સૌથી મોટી કાપડ માર્કેટની દુકાનમાં ફાટી નીકળી ભીષણ આગ- લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ

બપોરના 12 વાગ્યે ખોરવાઈ ગયેલી લોકલ સેવા હજુ પૂર્વવત થઈ ન હોવાથી મુસાફરો અટવાઈ પડ્યા છે. સેન્ડહર્સ્ટ રોડ, ભાયખલા, ચિંચપોકલી અને કરી રોડ સ્ટેશનો પર લોકલ મોડી દોડવાને કારણે ભારે ભીડ એકઠી થઇ ગઈ છે.  

ઓવરહેડ વાયરમાં ખામી હોવાની માહિતી મળતાની સાથે જ મધ્ય રેલવેના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી અને તાત્કાલિક રિપેરિંગની કામગીરી હાથ ધરી છે. જો કે, આ ખામી ક્યારે દૂર થશે અને ટ્રેનોને  પુનઃસ્થાપિત કરવામાં કેટલો સમય લાગશે તે અંગે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી.

આ સમાચાર પણ વાંચો : અમદાવાદમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને નડ્યો અકસ્માત- રખડતું ઢોર ટ્રેક પર આવતા આગળના ભાગે થયું નુકસાન- જુઓ વિડીયો

Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Mumbai Pollution: પ્રદૂષણ પર BMCનો એક્શન પ્લાન: મુંબઈમાં હવા પ્રદૂષણ મામલે 36 સ્થળોની તપાસ, કોર્ટમાં રજૂ થયો વિગતવાર રિપોર્ટ
BMC Elections: મુંબઈના ભવિષ્યનો ફેંસલો! BMC ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાન અને મતગણતરી
Maharashtra Weather:મહારાષ્ટ્રમાં ભારે શીત લહેર! પારો ૫C નીચે ગગડ્યો
Exit mobile version