Site icon

અટેન્શન મુંબઈકર.. રવિવારે ઘરની બહારથી નીકળતા પહેલા આ સમાચાર વાંચી લો. રેલવેએ આ લાઈનો પર રાખ્યો છે મેગા બ્લોક

મધ્ય રેલવેએ રવિવારે મેગા બ્લોક ની જાહેરાત કરી છે.

CR Announces 6-hour Mega block on May 21

રવિવારે લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાના છો? તો પહેલા વાંચી લો આ સમાચાર. રેલવેએ આ લાઈન પર રાખ્યો છે મેગા બ્લોક! જુઓ શેડ્યૂલ

News Continuous Bureau | Mumbai

મધ્ય રેલવેએ આવતીકાલે, રવિવારે માટુંગાથી મુલુંડ અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી ચુનાભટ્ટી/બાંદ્રા વચ્ચે મેગા બ્લોક ની જાહેરાત કરી છે.   બ્લોક સમયગાળા દરમિયાન, કેટલીક લોકલ ટ્રેનો રદ કરવામાં આવશે અને કેટલીક ટ્રેનો મોડી પડશે.

Join Our WhatsApp Community

મધ્ય રેલવે (મુખ્ય લાઇન)

રવિવારે સવારે 11.05 થી બપોરે 3.55 વાગ્યા સુધી માટુંગા-મુલુંડ ફાસ્ટ રૂટ પર મેગાબ્લોક રહેશે.

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈથી સવારે 10.25 થી બપોરે 3.35 વાગ્યાની વચ્ચે ઉપડતી ફાસ્ટ ટ્રેનોને માટુંગા અને મુલુંડ સ્ટેશનો વચ્ચેના સ્લો રૂટ પર ડાયવર્ટ કરવામાં આવશે અને તેમના સંબંધિત નિર્ધારિત સ્ટોપ પર રોકાશે. થાણેથી આગળ, આ ટ્રેનોને ડાઉન ફાસ્ટ લાઇન પર ડાયવર્ટ કરવામાં આવશે અને નિર્ધારિત સમય કરતાં 15 મિનિટ મોડી પહોંચશે.

થાણેથી સવારે 10.50 થી બપોરે 3.46 વાગ્યા સુધીની એક્સપ્રેસ સેવાઓને મુલુંડ અને માટુંગા વચ્ચે સ્લો લાઇન પર ડાયવર્ટ કરવામાં આવશે અને તેમના સંબંધિત નિર્ધારિત સ્ટોપ પર ઉભી રહેશે. ત્યાર પછી ફરીથી ફાસ્ટ રૂટ પર ડાયવર્ટ કરવામાં આવશે અને નિર્ધારિત સમય કરતાં 15 મિનિટ મોડી પહોંચશે.

આ સમાચાર પણ વાંચો : ગજબ કે’વાય.. જે રોડ છેલ્લા 15-20 વર્ષથી બન્યો ન હતો તે એક જ દિવસમાં બની ગયો… જાણો કેવી રીતે થયો આ ચમત્કાર..

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version