Site icon

ફાયર સ્ટેશને માર્યો લોચો-મુંબઈમાં છૂટાછવાયો વરસાદ છતાં આ સ્ટેશને છ કલાકમાં નોંધ્યો અધધ વરસાદ-જાણો વિગત

News Continuous Bureau | Mumbai 

મુંબઈમાં શનિવારે ભારે વરસાદ(heavy rainfall) વચ્ચે  રવિવાર અષાઢી એકાદશીએ(Ashadhi Ekadashi) માત્ર હળવો છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. છતાં મુંબઈના ચિંચોલી ફાયર સ્ટેશનમાં(Chincholi Fire Station) રવિવારે છ કલાકમાં 168.14 મી.મી (સાડા છ ઈંચ) વરસાદ નોંધાયો હતો. આશ્ચર્યની વાત એ છે કે તેની આજુબાજુના પરિસરમાં માત્ર 4 થી 5 મીમી વરસાદ પડયો હતો તેથી હવે ચિંચોલી ફાયર સ્ટેશનમાં નોંધાયેલા વરસાદ સામે પ્રશ્નાર્થ ચિન્હ ઉભો થયો છે.

Join Our WhatsApp Community

રવિવારે મુંબઈમાં કોઈ પણ સ્થળે મુશળધાર વરસાદ પડ્યો નહતો. છતાં મલાડ નજીકના ચિંચોલી ફાયર સ્ટેશનમાં 168.14 મીમી. વરસાદ નોંધાયો હતો. ચિંચોલી ફાયર સ્ટેશન નજીકના મલાડ ફાયર સ્ટેશનમાં(Malad Fire Station) માત્ર 1.77 મીમી વરસાદ નોંધાયો હતો. નજીકના માલવણી ફાયર સ્ટેશનમાં 4.31 મીમી જ્યારે દિંડોશીમાં 4.56 મીમી વરસાદ નોંધાયો હતો. કાંદિવલી(kandivali) વિસ્તારમાં છ કલાકમાં વરસાદ નોંધાયો હતો. 

આ સમાચાર પણ વાંચો : મુશળધાર વરસાદને કારણે મુંબઈને પાણી આપનારા તળાવો અડધો અડધ ભરાઈ ગયા-જાણો તાજા આંકડા અહીં

આથી હવે ચિંચોલી ફાયર સ્ટેશનમાં વરસાદનો રેકોર્ડ ચર્ચાનો વિષય બન્યો છે. લગભગ સમગ્ર મુંબઈમાં માત્ર 5 મીમી વરસાદ નોંધાયો છે. કોલાબા(Colaba) વિસ્તારમાં સાંજે 5.30 વાગ્યા સુધી 6.5 મીમી વરસાદ નોંધાયો હતો. સાંતાક્રુઝમાં(Santa cruz) 3.6 મીમી વરસાદ નોંધાયો હતો.
 

Mumbai Local: મુંબઈ લોકલના પ્રવાસીઓ માટે મોટા સમાચાર: UTS એપ પર પાસની સુવિધા બંધ; હવે આ નવી એપથી જ નીકળશે લોકલનો પાસ.
Neil Somaiya: મુલુંડમાં મોટો ખેલ: કિરીટ સોમૈયાના પુત્ર સામે વિપક્ષી એકતા કે કોઈ ગુપ્ત સમજૂતી? વોર્ડ નં. 107 નું રોચક સમીકરણ
KDMC Election 2026: KDMC ચૂંટણીમાં મતદાન પહેલા જ મહાયુતિનો વિજયધ્વજ: ભાજપ-શિવસેનાના 9 ઉમેદવારો બિનહરીફ વિજેતા; વિરોધ પક્ષો મેદાન છોડી ભાગ્યા.
Bhandup: ભાંડુપ બસ કાંડ: શું બસમાં ખામી હતી કે ડ્રાઇવરની ભૂલ? તપાસમાં થયો મોટો ખુલાસો, BEST એ લીધો આકરો નિર્ણય
Exit mobile version