Chogada re navratri 2023: ‘છોગાળા રે’ નવરાત્રિ: ગરબા, સંસ્કૃતિ અને હિન્દુત્વનો ત્રિવેણી સંગમ

News Continuous Bureau | Mumbai 

Chogada re navratri 2023: નવરાત્રિ ( navratri  ) એટલે આદ્યશક્તિ મા જગદંબાનો તહેવાર. આ તહેવાર કોઈ એક પ્રાંત કે એક ભાષા પૂરતો સીમિત નથી. આપણી હિન્દુ સંસ્કૃતિમાં ( Hindu culture ) આ ઉત્સવનું અનોખું સ્થાન છે. ( Mumbai ) મુંબઈ શહેરની નવરાત્રિ દેશ-વિદેશમાં વખણાય છે અને તેનું મુખ્ય કારણ છે આ શહેરનું વૈવિધ્ય. ભારત દેશ અને તેની સંસ્કૃતિનું જતન કરવા ભારતીય જનતા પાર્ટી ( BJP ) દ્વારા છેલ્લાં  કેટલાંક વર્ષોથી સઘન પ્રયાસ થઇ રહ્યાં છે. બીજેપીના આ સંકલ્પને કેન્દ્રમાં રાખીને લોકસેવક અને ભારતીય જનતા પાર્ટીના નેતા શ્રી મૂરજીભાઇ પટેલે ( Murjibhai Patel ) અંધેરી-પૂર્વના હૉલી ફેમિલી ગ્રાઉન્ડ ખાતે આ વર્ષે ‘છોગાળા રે નવરાત્રિ 2023’નું અભૂતપૂર્વ આયોજન કર્યું છે. 

 નવરાત્રિના આયોજક ને લોકસેવક મૂરજીભાઈ પટેલે આ સંદર્ભે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ‘અંધેરી પૂર્વમાં આશરે 350 જેટલા સાર્વજનિક ગરબા, દુર્ગા પૂજા અને અષ્ટમીના હવન વગેરે યોજાય છે. અંધેરી પૂર્વના લોકો ખૂબ જ ધાર્મિક ને પ્રેમાળ છે. વર્ષોથી તેઓ માતાની ભક્તિમાં સમર્પિત રહ્યા છે. મારો વિચાર સ્થાનિક લોકોની ભાવનાને ધ્યાનમાં રાખીને તેમના માટે એક એવી નવરાત્રિનું આયોજન કરવાનો હતો કે જે માત્ર અંધેરીની જ નહીં, પણ ઉત્તર અને મધ્ય મુંબઇની પણ સૌથી મોટી નવરાત્રિ હોય. જોકે, અમારો આ પ્રયત્ન લોકોના સમર્થન વિના કયારેય સફળ થઇ શકત નહીં. પણ અમને સ્થાનિક લોકોમાં સંપૂર્ણ વિશ્વાસ હતો ને તેથી અમે માતાજીમાં શ્રદ્ધા રાખીને આ નવરાત્રિના શ્રી ગણેશ કર્યા. અમારા આ પ્રયાસ ને સ્થાનિક લોકોએ આનંદભર્યો આવકાર આપ્યો છે. આજે ચોથા દિવસે પણ અમારી નવરાત્રિ હાઉસફૂલ રહી છે. વધુ ને વધુ લોકો અહીં આવી રહ્યા છે જેની અમને ખુશી છે. આ પ્રથમ વર્ષ છે જો સ્થાનિક લોકોના આશિર્વાદ રહેશે તો આ રીતે કાર્યક્રમ યોજાતા રહેશે.’  

Chogada re navratri 2023 Triveni Sangam of Garba, Culture and Hinduism Andheri

Chogada re navratri 2023 Triveni Sangam of Garba, Culture and Hinduism Andheri

Chogada re navratri 2023 Triveni Sangam of Garba, Culture and Hinduism Andheri

આ સમાચાર પણ વાંચો :  Mumbai News : ઝેરી બની મુંબઈની હવા, શું વધતા પ્રદૂષણને કારણે મુંબઈકરોને માસ્ક પહેરવાની ફરજ પડશે? પાલિકાએ કરી આ સ્પષ્ટતા

 રામમંદિરની પ્રતિકૃતિ સમાન સ્ટેજ નિર્માણની સંકલ્પના વિશે જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે, ભગવાન શ્રીરામ સાથે કરોડો હિંદુઓની આસ્થા જોડાયેલી છે. રામમંદિર હિન્દુઓના સ્વાભિમાનનું પ્રતીક છે. તેથી લોકો આ પ્રતીકને યાદ રાખે ને તે વિશે ચર્ચા થાય એ હેતુથી અમે રામમંદિરનું મોડેલ બનાવ્યું છે. અમને ખુશી છે કે અમારાં ગાયિકા ગીતાબહેન રામધૂન ગાય છે ને જય જગદંબા સાથે જય શ્રીરામ પણ  ‘છોગાળા રે’ નવરાત્રિમાં ગવાય છે.’

 

Exit mobile version